Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાનને લઈને પીએમ મોદીની હાઈ લેવલની બેઠક : ગૃહમંત્રી-રક્ષામંત્રી અને NSA પણ ઉપસ્થિત

બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન સિંગલા અને પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્ર પણ હાજર

નવી દિલ્હી : પીએમ મોદીના નિવાસસ્થાન પર મોટી બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોવાલ હાજર છે. છેલ્લા અડધા કલાકથી CCSની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યાના મુદ્દા પર હાલ ચર્ચા યોજાઈ રહી છે.

નાણામંત્રી નિર્મલા સિતારમણ પણ હાજર છે. તેઓ કેબિનેટની કમિટી ઓન સિક્યોરીટીની સદસ્ય છે. બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન સિંગલા અને પીએમના પ્રિન્સિપલ સેક્રેટરી પીકે મિશ્ર પણ હાજર છે.

(7:44 pm IST)