Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પત્રકાર સિદ્દીક કપ્પનનું વધુ નિવેદન નોંધવાની મંજૂરી માંગતી યુપી પોલીસની અરજી મથુરા કોર્ટે ફગાવી : 3 એપ્રિલે ચાર્જશીટ દાખલ કરી દીધા બાદ ધરપકડ થયાના 10 મહિના પછી પણ ચાર્જશીટની નકલ આરોપીને મળી નથી

મથુરા : પત્રકાર સિદ્દીક કપ્પનનું વધુ નિવેદન નોંધવાની મંજૂરી માંગતી યુપી પોલીસની અરજી મથુરા કોર્ટે ફગાવી દીધી છે. કપ્પન સિદ્દીક સામે વધુ નિવેદન નોંધવા અને તપાસની મંજૂરી આપવા માટે યુપી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અધિક સત્ર ન્યાયાધીશ અનિલ કુમાર પાંડે દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

પત્રકાર સિદ્દીક કપ્પન, જેની સામે અનલોફુલ એક્ટિવિટિસ પ્રિવેંશન એક્ટ (UAPA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે . તે હાથરસ ગેંગરેપની ઘટનાને કવરેજ આપી રહ્યો હતો  ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

યુપી પોલીસ દ્વારા સિદ્દીક સામે વધુ નિવેદન અને તપાસની પરવાનગી આપવા માટે દાખલ કરવામાં આવેલી અરજી અધિક સત્ર ન્યાયાધીશ અનિલ કુમાર પાંડેએ ફગાવી દીધી હતી.કપ્પનના વકીલ, એડવોકેટ વિલ્સ મેથ્યુઝે બાર એન્ડ બેન્ચ સમક્ષ આ વાતની પુષ્ટિ કરી હતી.

એડવોકેટ મેથ્યુઝે અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે આ મામલામાં તપાસ પૂર્ણ થઇ ચુકી છે. અને 3 એપ્રિલે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ તેની ધરપકડ થયાના 10 મહિના પછી પણ આરોપીને ચાર્જની નકલ મળી નથી.
વધુ રજૂઆત કરવામાં આવી હતી કે કપ્પન પોતાનો બચાવ કરવાની તક વિના નવ મહિનાથી કસ્ટડીમાં છે. કપ્પન વતી દલીલ કરવામાં આવી હતી કે, આરોપ-પત્રની સ્પષ્ટ, સુવાચ્ય, અનુવાદિત નકલ અને જોડાયેલ સામગ્રી મફત મેળવવાનો આરોપીનો અધિકાર છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)