Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઉત્તરાખંડ હાઇકોર્ટ 24 ઓગસ્ટ, 2021 થી સંપૂર્ણપણે ફિઝિકલ સુનાવણી શરૂ કરશે : વર્ચ્યુઅલ સુનાવણી માટેની વિનંતી સ્વીકારવામાં નહીં આવે : 16 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલુ નોટિફિકેશન

ઉત્તરાખંડ : ઉત્તરાખંડ હાઇકોર્ટે 16 ઓગસ્ટના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ 24 ઓગસ્ટ, 2021 થી સંપૂર્ણપણે ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવશે .તેમજ વર્ચ્યુઅલ સુનાવણી માટેની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં.
નોટિફિકેશનમાં જણાવાયા મુજબ માનનીય અદાલત નિર્દેશ કરવામાં ખુશી અનુભવે છે કે માનનીય અદાલત 24 ઓગસ્ટ, 2021 થી ફિઝિકલ સુનાવણી દ્વારા સામાન્ય ન્યાયિક કાર્ય ફરી શરૂ કરશે, અને હાઇકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી માટે કોઈ વિનંતી સ્વીકારવામાં આવશે નહીં.

હાઈકોર્ટ દ્વારા 26 જુલાઈના રોજ સૂચિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની તમામ જોગવાઈઓ જાહેર કરાઈ છે તે લાગુ રહેશે.તેમ જણાવાયું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:32 pm IST)