Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE-XVI) : 24 ઓક્ટોબર 2021ના રોજ યોજાનારી પરીક્ષામાં શામેલ થવા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

ન્યુદિલ્હી : ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલે  જણાવ્યું છે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE-XVI) 24 ઓક્ટોબર 2021ના રોજ યોજાશે . આ માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 15  સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે.

વિવિધ બાર કાઉન્સિલ, એડવોકેટ અને વિદ્યાર્થીઓ કે જેમની અંતિમ વર્ષની LL.B ની પરીક્ષાઓ COVID-19 રોગચાળાને કારણે વિલંબિત થઈ છે, તેઓ સહિતના ઘણા વિભાગોની  વિનંતીઓ ધ્યાનમાં લઈને  બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન નોંધણીની તારીખ 15 સપ્ટેમ્બર, 2021 સુધી લંબાવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:21 pm IST)