Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

લો કરલો બાત... સૌથી વધુ લોકપ્રિય મુખ્યમંત્રીઓમાં ૧૧માંથી ૯ બિનભાજપી : ટોપ-ફાઇવમાં ઉધ્ધવ અને મમતા

સૌથી વધુ લોકપ્રિય એમ.કે.સ્ટાલિન : બીજા ક્રમે નવીન પટનાયક

નવી દિલ્હી તા. ૧૭ : ઇન્ડિયા ટુડે દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ભાજપને આંચકો મળ્યો છે. ૯ બિન-ભાજપ રાજયોના મુખ્યમંત્રીઓના નામ ૧૧ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓના નામોમાં દેખાયા છે. યોગી આદિત્યનાથને પણ માત્ર ૨૯% ટકા લોકોનું સમર્થન મળ્યું છે. ટોચના પાંચ મુખ્યમંત્રીઓમાં ઉદ્ઘવ ઠાકરે અને મમતા બેનર્જીના નામ સામેલ છે.

સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીઓના નામે એમકે સ્ટાલિનને પ્રથમ ક્રમે મૂકવામાં આવ્યા છે. નવીન પટનાયકનું નામ બીજા નંબરે આવ્યું છે. વિજયન, ઉદ્ઘવ ઠાકરે અને મમતા બેનર્જીને ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને રાખવામાં આવ્યા છે. ભાજપના હિમંત બિસ્વા સરમા અને યોગી આદિત્યનાથ માત્ર બે ચહેરા છે જેમના નામ આ યાદીમાં સામેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.

આ સર્વે અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એક વર્ષમાં ૬૬ ટકાથી ઘટીને ૨૪ ટકા થઈ ગઈ છે. આ સર્વેમાં પૂછવામાં આવ્યું કે ભારત માટે આગામી પીએમ કોણ બનવું જોઈએ? ઓગસ્ટ ૨૦૨૧ માં, માત્ર ૨૪ ટકા લોકોએ મોદીને તેમની પ્રથમ પસંદગી ગણાવી હતી, જયારે જાન્યુઆરી ૨૦૨૧ માં તેઓ આ બાબતમાં ૩૮ ટકા લોકોની પસંદગી હતા. તે જ સમયે, ઓગસ્ટ ૨૦૨૦ માં, ૬૬ ટકા લોકોએ પીએમ માટે મોદીને તેમની પ્રથમ પસંદગી ગણાવી હતી.

ભારતીય જનતા પાર્ટીના ફ્રાયર બ્રાન્ડ લીડર બન્યા બાદ મોદીની લોકપ્રિયતા ભલે ઓછી થઈ હોય, પરંતુ તેમની જ પાર્ટી અને તેમની સાથે સારા સંબંધો ધરાવતા બે નેતાઓની લોકપ્રિયતા વધી.

સર્વેમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અને મોદી સરકારમાં નંબર -૨ ગણાતા અમિત શાહને ઓગસ્ટ ૨૦૨૧ માં સાત ટકા લોકો દ્વારા પીએમ માટે લાયક માનવામાં આવ્યા હતા. જાન્યુઆરી ૨૦૨૧ માં આ આંકડો આઠ ટકા હતો, જયારે ઓગસ્ટ ૨૦૨૦ માં માત્ર ચાર ટકા લોકોએ તેમને પીએમ તરીકે પસંદ કર્યા હતા.

(3:39 pm IST)