Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

મહાકાય પ્લેનનો ગેટ ખૂલ્યો અને ઘુસી ગયા ૮૦૦ અફદ્યાની!

મુંબઇની લોકલ ટ્રેનની જેમ અમેરિકી વિમાનમાં ઘુસ્યા અફઘાની : પ્લેનની અંદરની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેને જોઈને અફદ્યાનિસ્તાનની અરાજકતાનો અંદાજો લગાવી શકાય છે.તાલિબાનથી બચવા માટે દેશ છોડી રહ્યા છે લોકો

કાબુલ, તા.૧૭: અફદ્યાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવી ચૂકયું છે. ત્યાંનું પ્રશાસન તાલિબાન નેતૃત્વને સત્ત્।ા હસ્તાંતરિત કરવા માટે વાતચીત કરી રહ્યું છે. આ સાથે અફદ્યાનિસ્તાનના લોકોમાં ડર વધારી રહ્યા છે.

અફદ્યાનિસ્તાનના લોકો ૯૦ના દશકમાં તાલિબાન રાજના અત્યાચારને ભૂલ્યા નથી. એટલા માટે તેમના હાથમાં હકિકતમાં સત્ત્।ા આવતા રહેલા કોઈ પણ કિંમતે દેશમાંથી જતા રહેવા માંગે છે. એટલા માટે કાબૂલ એરપોર્ટ પર લોકોની જબરજસ્ત ભીડ લાગી છે. અફદ્યાનિસ્તાનથી લોકોની સ્થિતિ વર્ણવતી એવી તસવીરો હાલ વાયરસ થઈ હતી. જેમાં વિમાનને લટકેલા ૩ લોકોનું ઉંચાઈથી પડવાથી મોંત થયું છે.

હવે તેના પ્લેનની અંદરની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેને જોઈને અફદ્યાનિસ્તાનની અરાજકતાનો અંદાજો લગાવી શકાય છે.  Defense One વેબસાઈટ તરફથી જારી વાયરલ તસવીરોમાં અમેરિકન વાયુ સેનાના સી ૧૭ ગ્લોબમાસ્ટર (સી-૧૭ Globemaster)ની અંદરની તસવીર દેખાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિમાનોમાં ૧૩૪ લોકોના બેસવાની સીટ હતી. જો કે એરપોર્ટ પર જેવો વિમાનનો ગેટ ખુલ્યો તેમાં ધડાધડ ૮૦૦ લોકો ભરાઇ ગયા. અંદર દ્યૂસેલા લોકો કોઈ પણ કિંમતે બહાર આવવા તૈયાર નથી થયા. તેમને કહેવું હતું કે અફદ્યાનિસ્તાનમાં રોકાયા તો તાલિબાન મારી નાંખશે.આખરે પ્લેનના ક્રુએ દુસ્સાહિક નિર્ણય લીધો. તેમણે ૮૦૦ લોકોની સાથે પ્લેનને ટેકઓફ કરાવવાનો નિર્ણય લીધો. આ માટે સીટો કાઢી નાંખી. જે બાદ લોકો પ્લાનના ફર્શ પર બેસી ગયા. અધિકારીઓના જણાવ્યાનુંસાર પ્લેનમાં ભરેલા ૮૦૦ લોકોમાંથી ૬૫૦ અફદ્યાની નાગરિક હતા. તે તમામને અમેરિકા લાવવામાં આવ્યા છે. અમેરિકન વાયુ સેના તરફથી કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે મનાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકોના બહાર આવવાનો આ રેકોર્ડ હોઈ શકે છે.

(3:37 pm IST)