Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

હવે ૧૦ વર્ષથી નાની ઉંમરની બાળકીઓ પિતા સાથે મંદિરમાં જઈ શકશે

સબરીમાલા મંદિર મુદ્દે કેરળ હાઈકોર્ટનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ તા.૧૭: સબરીમાલા મંદિર મામલે કેરળ હાઈકોર્ટ દ્વારા આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે ૧૦ વર્ષ કરતા નાની બાળકીઓને તેમના પિતા સાથે મંદિરમાં જવા માટે મંજૂરી આપી છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો હતો. જેથી કેરળ હાઈકોર્ટ દ્વારા આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું કહી શકાય.

૯ વર્ષની બાળકીએ કોર્ટમાં અરજી દાખલ કરીને અપીલ કરી હતી કે તેને મંદિરમાં જવું  છે. જે મામલે બાળકીના વકીલે કહ્યું કે બાળકી દસની વર્ષની થાય તે પહેલા સબરીમાલા જવા માગે છે. કારણકે પછી તે મંદિરમાં નહી જઈ શકે. સમગ્ર મામલે હાઈકોર્ટે ૨૩ ઓગસ્ટના રોજ બાળકીને પિતા સાથે મંદિરમાં જવા માટે અનુમતી આપી છે. સબરીમાલા મંદિર ૮૦૦ વર્ષ જુનુ છે. આ મંદિરને લઈને એવી માન્યતા છે કે ભગવાન અયય્પા બ્રહ્મચારી છે. જેને કારણે મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો.

૨૦૦૬માં મંદિરના મુખ્ય જ્યોતિષિ પરપ્પનગડી ઉન્નીકૃષ્ણને એવું કહ્યું હતું કે મંદિરમાં અયય્પા તેમની તાકાત ગુમાવી રહ્યા છે. તેઓ નારાજ છે કારણ કે મંદિરમાં કોઈ યુવા મહિલાએ પ્રવેશ કર્યો હતો. આ નિવેદન બાદ કન્નડ એકટર પ્રભાકરની પત્ની જયમાલાએ એવો દાવો કર્યો કે તેમણે અયય્પાની મૂર્તીને ટચ કર્યું હતું જેથી તેઓ નારાજ થયા હશે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં હાલ સૌથી વધારે કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. જેના કારણે અહીયા ચિંતાનો માહોલ છવાયેલો છે. સાથેજ સૌથી મોટી વાત એ છે કે અહીયા ૮૦ ટકા દર્દીઓમાં ડેલ્ટા વેરિએંટ જોવા મળ્યો છે. જેના કારણે કેરળ સરકાર પર ચિંતામાં મુકાઈ ગઈ છે.

(2:58 pm IST)