Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

લોકડાઉનને ટાળવા માટે કોરોના માર્ગદર્શિકાનું સખત પાલન કરો:ઉદ્ધવ ઠાકરેની સ્પષ્ટ ચેતવણી

રાજ્યમાં દવાઓ અને રસીઓ ઉપલબ્ધ હજુ પણ ઓક્સિજનની અછત: ઓક્સિજનની ઉપલબ્ધતાને આધારે પ્રતિબંધો હળવા કરાશે અન્યથા ફરીથી લોકડાઉન લદાશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ધીમે ધીમે પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના લોકોને ચેતવણી આપતા કહ્યું કે દવાઓ અને રસીઓ ઉપલબ્ધ છે, પરંતુ હજુ પણ ઓક્સિજનની અછત છે.

 મુખ્યમંત્રીએ કહ્યું કે, 'અમે ઓક્સિજનની ઉપલબ્ધતાને આધારે પ્રતિબંધો હળવા કરી રહ્યા છીએ. જો ત્રીજા મોજાના ભયને કારણે ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી લાગે છે, તો રાજ્યને ફરીથી લોકડાઉન લાદવું પડી શકે છે. તેમણે કહ્યું કે લોકડાઉનને ટાળવા માટે લોકોએ કોરોના માર્ગદર્શિકાનું સખત પાલન કરવું જોઈએ.

(2:30 pm IST)