Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

પેગાસસ જાસૂસી વિવાદ : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક્સપર્ટ કમિટીને માહિતી આપવા કેન્દ્ર સરકારે તૈયારી બતાવી : રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર કમિટીનો રિપોર્ટ જાહેર જનતા માટે ખુલ્લો નહીં મુકવાની શરત રજૂ કરી : આ મામલે આગળ વધવા વિચારણા માટે કોર્ટને 10 દિવસનો સમય જરૂરી લાગતા સુનાવણી પાછી ઠેલાઇ

ન્યુદિલ્હી : પેગાસસ જાસૂસી વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક કરતા વધુ પિટિશનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

આજરોજ મંગળવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એક્સપર્ટ કમિટીને માહિતી આપવા તૈયારી બતાવી છે. સાથોસાથ રાષ્ટ્રીય સુરક્ષાના હેતુસર કમિટીનો રિપોર્ટ જાહેર જનતા માટે ખુલ્લો નહીં મુકવાની શરત રજૂ કરી છે. સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે નિષ્ણાત કમિટી તેનો અહેવાલ ટોચની કોર્ટ સમક્ષ મૂકી શકે છે.આથી આ મામલે આગળ વધવા વિચારણા માટે કોર્ટને 10 દિવસનો સમય જરૂરી લાગતા સુનાવણી પાછી ઠેલાઇ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)