Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે મંજૂરી વિના બાઈક રેલીનું આયોજન કરાયું : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહીત શામેલ થનારા લોકો ઉપર કોર્ટ કેસ


ન્યુદિલ્હી : સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે મંજૂરી વિના બાઈક રેલીનું આયોજન કરવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કુલદીપ કુમાર મોનુ  સહીત શામેલ થનારા લોકો ઉપર કોવિદ -19 ની ગાઈડ લાઈનના ભંગ સબબ કોર્ટ કેસ થયો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય કુલદીપ મોનુ, આપના કાઉન્સિલર ધીરેન્દ્ર ગૌતમ અને કોંડલી વિધાનસભા ક્ષેત્રના પાર્ટી પ્રભારી અનિતા ભટ્ટ 15 ઓગસ્ટના રોજ બાઇક રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા. કલ્યાણપુરી વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ ધરાવતાં 25 જેટલા લોકો ભેગા થયા હતા.

પોલીસે કહ્યું કે આ સમયગાળા દરમિયાન આ નેતાઓ અને તેમના તમામ સમર્થકોએ કોવિડ ધોરણોનું પાલન કર્યું નથી અને તેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કુલદીપ મોનુ અને અન્યોને આવી રેલી યોજવાની મંજૂરી નહોતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:20 pm IST)