Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રૂસ ચોંકાવે છે : તાલિબાનને ટેકો જાહેર

તાલિબાની શાસનમાં કાબુલની સ્થિતિ સારી રહેશે : લોકો સલામત રહેશે

નવી દિલ્હી તા. ૧૭ : અફઘાનિસ્તાનમાં બગડતી સ્થિતિ વચ્ચે રશિયાએ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. રશિયાએ કહ્યું છે કે તાલિબાની શાસનમાં કાબુલની સ્થિતિ ગનીની સરખામણીએ સારી રહેશે. અફઘાનિસ્તાનમાં રશિયાના રાજદૂત દિમીત્રી જીરનોવેતાલિબાનની પ્રશંસા કરીને કહ્યું કે કટ્ટરપંથી ઇસ્લામી સમૂહ તાલિબાને અગાઉ ૨૪ કલાકમાં કાબુલનેગણીના શાસનમાં વધુ સુરક્ષિત બનાવામાં આવ્યા છે. સ્થિતિ શાંતિપૂર્ણ અને સારી છે અને શહેરમાં સંપૂર્ણ શાંતિ થઇ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જીરનોવે આ વાત મોસ્કોના એક રેડિયો સ્ટેશન સાથે વાત કરીને કહ્યું.

જીરનોવેકહ્યું કે ગનીનુંશાસન પતાનામહેલની જેમ વેરવિખેર થઇ ગયું હતું. તેના સમયે અવ્યવસ્થા ચરમસીમાએ હતી. લોકોએઆશા મૂકી દીધી હતી કે અને વિકાના નામે મીંડું હતું. પંરતુ હવે તાલિબાનના ૨૪ કલાકના શાસન પછી માલુમ પડે છે કે શહેરમાં આવનારા દિવસોમાં બધું વ્યવસ્થિત થઇ જશે.

જીરનોવે કહ્યું કે શરૂઆતમાં નિઃશસ્ત્રતાલિબાન એકમો રાજધાની કાબુલમાં પ્રવેશ્યા હતા. તે પછી સરકાર અને અમેરિકન દળોને તેમના હથિયારો સરેન્ડર કરવા કહ્યું. પરંતુ જયારે શાસને શરણાગતિ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે તેમના મુખ્ય સશસ્ત્ર એકમો રાજધાનીમાં પ્રવેશ્યા અને ગની ભયથી ભાગી ગયા. ગની નાસી ગયા બાદ ત્યાં કફર્યુ લાદવામાં આવ્યો હતો. રશિયન રાજદૂતે કહ્યું કે તાલિબાને પહેલેથી જ રશિયન દૂતાવાસની સુરક્ષા પરિમિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે, જેમાં ૧૦૦ થી વધુ કર્મચારીઓ છે. તેમણે મંગળવારે કહ્યું કે તેઓ તાલિબાન સાથે સુરક્ષાની વિસ્તૃત મંત્રણા કરશે.

દરમિયાન, રશિયાની રાજય સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્ટીએ અહેવાલ આપ્યો કે ગની ચાર કાર અને રોકડ ભરેલા હેલિકોપ્ટર સાથે કાબુલ ભાગી ગયો. RIA એ કહ્યું કે ગનીએ દેશની તિજોરી ખાલી કરી છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાન માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ખાસ પ્રતિનિધિ ઝમીર કાબુલોવે સોમવારે કહ્યું હતું કે, ગનીનો કાબુલથી ભાગી જવું ત્યાંના લોકોની નજરમાં શરમજનક હતું. તેમણે કહ્યું કે, અફઘાન લોકો આવા રાષ્ટ્રપતિને કેવી રીતે જવાબદારી આપી શકે છે.

(11:51 am IST)