Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

શ્રાવણ સત્‍સંગ

અન્‍નદાનથી પવિત્ર ભાવના વ્‍યાપક બન્‍ને

 

અન્‍નદાનથી પવિત્ર ભાવના વ્‍યાપક બન્‍ને

ધરતી સ્‍વરૂપ હિમાલય પુત્રી પાર્વતી પુરાણોમાં મુખ્‍યત્‍વે, અન્નપુર્ણાદેવી તરીકે પ્રતિષ્‍ઠિત થયા શિવપુરાણ પ્રમાણે તે શિવશકિત દેવી અન્નપૂર્ણા.

ભારતમાં સૌથી પ્રાચિન મંદિર શિવની લીલાભૂમિ કાશિમાં છે.

કૈલાસપતિ મહાદેવ શંકર પોતાની શકિત સ્‍વરૂપ હૃદયે થી દેવી અન્નપુર્ણાથી કદી વિખુટા પડતાં નથી. આથી તેથી તે અવિમુકત ક્ષેત્ર જાણીતું થયું.

પ્રહારથી બચાવનાર, અભય આપનાર, કૃપા સિંધુ સાગર સ્‍વરૂપ સાક્ષાત મોક્ષ આપનાર, હંમેશા કલ્‍યાણ કરનાર, વિશ્વના ઇશ્વરી સંપતિ ધારણ કરનાર, દક્ષને આક્રંદ કરાવનાર, એવા કાશી નગરીના અધિષ્‍ઠાત્રી દેવી કૃપા કરો, કૃપા કરો.

અન્‍નદાનમ મહાદાનમ અન્નનો તિરસ્‍કાર ન કરાય, એનો બગાડ ન થાય એનું દાન કરવાથી પવિત્ર ભાવના વ્‍યાપક બને.

ભવિષ્‍યોત્તરપુરાણમાં અગત્‍સ્‍ય ઋષિએ દંડકારન્‍યમાં વનવાસી રામ-લક્ષ્મણને અન્નપૂર્ણાની કથા સંભળાવે છે.

કાશીનગરીના બે ભાઇઓ એક શ્રીમંત અને સુખી, તેનું નામ દેવદત્ત, જયારે બીજો ભાઇ ધનંજય નિર્ધન અને દુઃખી હતાં.

આ નિર્ધન ધનંજયને એક જટાધારી બ્રાહ્મણે જણાવ્‍યું કે, વર્ષો પૂર્વે કાશીમાં ભૂખ્‍યા થયેલા તમે ભાઇઓને આશ્રમમાં ઋષિએ ખાવા માટે મેદરી આપી હતી, પરંતુ ઉધ્‍ધત હે તુચ્‍છ અન્નનો  તિરસ્‍કાર કર્યો.

બ્રહ્મસ્‍વરૂપ અન્નો તિરસ્‍કાર કરવાથી કેવું દુષ્‍પરિણામ આવે છે તે કથામાંથી સમજાય છે.

અન્નનો તિરસ્‍કાર કરનાર હેરંભ તે તું જ છે. તેથી હવે તું જયારે દેવી અન્નોપૂર્ણાનું વ્રત કરીશ નો તારા દુઃખદર્દોનું નિવારણ થશે.

સ્‍વપ્‍ન પ્રમાણે નિર્ધન ધનંજય અન્નપૂર્ણાનું વ્રત કરીને સુખી સમૃધ્‍ધ બન્‍યો.

માગશર સુદ છઠ્ઠથી વદં અગીયારસ સુધી ર૧ દિવસના મા અન્નપુર્ણાનું વ્રત કરાય છે. આ વ્રતમાં સુતરના ર૧ તારને ગાંઠો મારીને, અક્ષત (ચોખા)ના ર૧ દાણાથી હે ! અન્નપૂર્ણા મને અન્ન, પુત્ર કિર્તી, અને સુખ તથા સમૃધ્‍ધિ આપો.

આ મંત્રથી વધાવી દોરાની પૂજા કરવી. અને એકવીસમાં દિવસે અન્નપૂર્ણાની સ્‍થાપના  કરી પ્રાર્થના પૂજા પ્રદક્ષિણા કરી હાથે બાંધેલો દોરો માતાજીને અર્પણ કરવો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:21 am IST)