Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય :કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટની નિકાસ પર પ્રતિબંધ

સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ દેશભરમાં ચિંતાનો માહોલ

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને પણ દેશભરમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. તેની વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લેતા તાત્કાલિક અસરથી કોરોના રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટ ની નિકાસ પર રોક લગાવી છે. સતત રેપિડ એન્ટીજન ટેસ્ટના પરિણામોને લઈ સવાલ ઉભા થઈ રહ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) 19 મેના રોજ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ કરીને કોરોનાના ઘરેલુ પરીક્ષણ માટે એક સલાહ આપી હતી. સિમટોમેટિક કોરોના દર્દીઓ માટે અને પુષ્ટી કરેલા કોરોના વાઈરસના કેસના તાત્કાલિક સંપર્કમાં આવનારા લોકો માટે ઘરેલુ પરીક્ષણની સલાહ આપવામાં આવી હતી. હવે ભારત સરકારે તેની નિકાસ પર રોક લગાવી દીધી છે.

હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દી માટે હતી, જે તાજેતરમાં જ કોરોનાના પોઝિટીવ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કંપનીએ સૂચવેલી મેન્યુઅલ પદ્ધતિ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોરથી માઈલેબ કોવિસસેલ્ફ  મોબાઈલ એપ ડાઉનલોડ કરવી પડે છે. મોબાઈલ એપ દ્વારા જ પોઝિટીવ અને નેગેટિવ રિપોર્ટ મળે છે.

(12:43 am IST)