Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

વાયુસેનાના C17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ 46 ભારતીયોને લઈને કાબુલથી :ભારત પરત ફર્યું : વધુ 400 લોકોને લવાશે

સરકાર અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખ સમુદાયના લોકોના સંપર્કમાં છે.: તમામ મદદ કરશે

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા સ્થપાયા બાદ સ્થાનિકો દેશ છોડી રહ્યા છે. દેશ-વિદેશમાં ચિંતા છે. ત્યારે ભારતે પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતના અધિકારીઓ અને નાગરિકોને પરત લાવવાનું અભિયાન શરૂ કર્યુ છે.વાયુસેનાના C17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ 46 ભારતીયોને લઈને અફઘાનિસ્તાનથી ભારત પરત ફર્યું છે.

આ તમામ નાગરિકોને એરલિફ્ટ કરી સુરક્ષિત વતન લવાયા છે. જ્યારે વધુ 400 લોકોને વાયુસેનાના વિમાન થકી જ ભારતમાં લવાશે.

 બીજી તરફ વિદેશ મંત્રાલયે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં બહુ ઝડપથી હાલત બદલાઈ રહ્યા છે. કાબુલમાં સ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે. તેના પર ભારતની નજર છે.જે લોકો અફઘાનિસ્તાનથી ભારત આવવા માંગે છે તેને ભારત પરત લાવીશું. સરકાર અફઘાનિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખ સમુદાયના લોકોના સંપર્કમાં છે.

(12:40 am IST)