Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તામાં તાલિબાના ડરથી પ્રજામાં ફફડાટ : કાબુલમાં દીવાલ પરથી હટાવાયો મહિલાનો ફોટો

સોશિયલ મીડિયા વેબસાઈટ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલી એક તસવીર ચર્ચાનું કારણ બની

નવી દિલ્હી :  છેલ્લા એક અઠવાડિયાથી અફઘાનિસ્તાનમાં માહોલ સંવેદનશીલ થયો છે.  તાલિબાનીઓએ કંધાર સુધી કબજો કરી લીધો છે. સોશિયલ મીડિયા વેબસાઈટ ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલી એક તસવીર ચર્ચાનું કારણ બની છે. જેમાં કાબુલ સિટીમાંથી એક દીવાલ પરથી મહિલાઓની તસવીર પર કલર લગાવવામાં આવી રહ્યો છે.

વર્ષ 2002 પહેલા જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો હતો. એ સમયે દેશમાં શરીયાનો કાયદો લાગુ કરી દીધો હતો. આ કાયદા અંતર્ગત સજા તરીકે જાહેર પથ્થરમારો કરવામાં આવે છે. ચોરી કરે એના અંગ કાપી નાંખવામાં આવે છે. 12 વર્ષથી વધુ ઉંમરની છોકરીઓનું અપહરણ કરીને સ્કૂલ જતી રોકી દેવાય છે. આ અંગે તાલિબાની અધિકારીએ કહ્યું કે, કોઈ પણ ગુનાની સજા ફટકારવાનો નિર્ણય કોર્ટે કરે છે. તાલિબાને હાલના સમયમાં જે વિસ્તાર પર કબજો કરી લીધો છે. ત્યાં એ વિસ્તારમાં મહિલાઓને ઘરની બહાર નીકળવાની કોઈ મંજૂરી નથી. જો બહાર નીકળે તો એની સાથે પુરૂષ હોવો અનિવાર્ય છે. કેટલીક મહિલાઓએ તો ત્યાં સુધી કહ્યું કે, અમારી નોકરીની જગ્યાએ હવે પુરૂષો નોકરી કરી રહ્યા છે. રીપોર્ટ અનુસાર આ વિસ્તારની મહિલાઓને પણ બુરખો પહેરાવી દેવામાં આવે છે. બુરખા વગર ન નીકળવાનું ફરમાન છે. તાલિબાનના એક પ્રવક્તાએ સમ ખાધા છે કે, તેઓ આતંકવાદી મહિલાઓ તથા પ્રેસ-મીડિયાનું સન્માન કરશે. જોકે, રાષ્ટ્રપતિના નાસી જવાથી માહોલ ગરમાયો છે.

રવિવારે તાલિબાનોએ આપેલા નિવદેન ચિંતાજનક છે. પ્રવક્તાએ કહ્યું કે, મહિલાઓને ઘરેથી એકલા બહાર નીકળવા માટેની મંજૂરી આપી દેવામાં આવશે. અભ્યાસ પણ કરી શકશે. નોકરી પણ કરી શકશે. આ માટે ખાસ મંજૂરી આપી દેવામાં આવશે. જે વિસ્તારમાં તાલિબાનોએ કબજો કરી લીધો છે. ત્યાંથી કંઈક બીજા વાવડ મળી રહ્યા છે. કંધારમાં એક બેંકમાં કામ કરતી મહિલાઓને કહેવામાં આવ્યું કે, એની નોકરી કોઈ પુરૂષ કે સંબંધી કરશે. મહિલાઓ એકલી ઘરની બહાર નહીં નીકળી શકે, ફરજિયાત બુરખો પહેરવો પડશે. કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. ત્યાર બાદ રવિવારે તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસ્યા હતા. એટલું જ નહીં, ત્યાં તેમણે તાલિબાનનો ઝંડો પણ લગાવી દીધો હતો. રવિવારે તાલિબાન કાબુલમાં ઘૂસ્યુ હતું અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

(9:26 am IST)