Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

શ્રીલંકાનાં વિકેટકીપર બેટ્સમેન કુસલ પરેરા કોરોના પોઝિટિવ

ટીમ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની તૈયારી માટે 25 ઓગસ્ટની આસપાસ બાયો-બબલમાં પ્રવેશ કરશે.

શ્રીલંકાનાં વિકેટકીપર બેટ્સમેન કુસલ પરેરા કોવિડ-19 પોઝિટિવ હોવાનું સામે આવ્યુ છે. શ્રીલંકા ક્રિકેટ (SLC) એ આ માહિતી આપી હતી. મંગળવારે 31 વર્ષીય કુસલ પરેરા ઈજાને કારણે ભારત સામેની ઘરેલુ સીરીઝ ચૂકી ગયો હતો. અગાઉ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ તેને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો

   શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) એ જણાવ્યું હતું કે, પરેરાની ઓળખ થયા બાદ કોવિડ-19 સંબંધિત મેડિકલ પ્રોટોકોલ ચાલી રહ્યો છે. એસએલસીનાં પ્રવક્તાએ કહ્યું કે, પરેરાએ રાષ્ટ્રીય ટીમમાં જોડાતા પહેલા સરકારનાં ક્વોરેન્ટિન નિયમોનું પાલન કરવું પડશે. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવા માટે તે ખભાની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે કે કેમ તેની હજુ પુષ્ટિ થઈ નથી. ટીમ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની તૈયારી માટે 25 ઓગસ્ટની આસપાસ બાયો-બબલમાં પ્રવેશ કરશે. શ્રીલંકા 2 થી 14 સપ્ટેમ્બર દરમિયાન કોલંબોમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. .

(12:33 am IST)