Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા : UNSCની મિટિંગમાં કહ્યું પુરૂષ, મહિલાઓ અને બાળકો સતત ભયમાં જીવે છે

ભારતના રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું -સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત અને કાઉન્સિલર કર્મીઓ સહિત તમામની સુરક્ષા સુનિશ્વિત કરવાનું આહવાન કરીએ છીએ.

નવી દિલ્હી :અફઘાનિસ્તાન પર તાલિબાન કબજાને ધ્યાનમાં રાખતાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની ઇમરજન્સી બેઠક થઇ. આ બેઠકની અધ્યક્ષતા ભારતે કરી. ભારતે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ત્યાં મહિલાઓ, પુરૂષ અને બાળકો ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. 

યૂએનએસસી (UNSC) ની ઇમરજન્સી બેઠક દરમિયાન ભારતના રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનના એક પડોશી દેશના રૂપમાં, તેમના લોકોના મિત્રના રૂપમાં, દેશમાં હાલની સ્થિતિમાં ભારતમાં અમારા માટે ખૂબ ચિંતાનો વિષય છે. અફઘાની પુરૂષ, મહિલાઓ અને બાળકો સતત ભયની સ્થિતિમાં જીવી રહ્યા છે. 

ટીએસ તિરૂમૂર્તિએ આગળ કહ્યું કે અમે કાબુલના હામિદ કરજઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખૂબ દુર્ભાગ્યપૂર્ણ દ્વશ્ય જોયા છે જેથી લોકોમાં ભય છે. મહિલાઓ અને બાળકો પરેશાન છે. એરપોર્ટ સહિત શહેરમાં ગોળીબારીની ઘટનાઓ સામે આવી છે. તેમણે કહ્યું કે હાલના સંકટ પહેલાં અફઘાનિસ્તાનના 34 પ્રાંતોમાં દરેક ભારતના વિકાસ પ્રોજેક્ટ ચાલી રહ્યા હતા. અમે સંબંધિત પક્ષો પાસે કાનૂન અને વ્યવસ્થા બનાવી રાખવા, સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત અને કાઉન્સિલર કર્મીઓ સહિત તમામની સુરક્ષા સુનિશ્વિત કરવાનું આહવાન કરીએ છીએ.

તેમણે સાથે કહ્યું કે જો આતંકવાદ પ્રત્યે તમામ રૂપોમાં જીરો ટોલરેન્સની નીતિ છે અને આ સુનિશ્વિત કરીએ છીએ કે અફઘાન ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદી ગ્રુપો દ્વારા કોઇ અન્ય દેશને ધમકાવવા અથવા હુમલો કરવા માટે કરવામાં આવતો નથી, તો અફઘાનિસ્તાનના પડોશી વધુ સુરક્ષિત અનુભવશે

(9:23 am IST)