Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દુનિયાને સંબોધન કરશે

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તાલિબાનને જીવનની રક્ષા કરવા અને માનવતાવાદી જરૂરિયાતો પૂરી થાય તે માટે અત્યંત સંયમ રાખવા અપીલ કરી

નવી દિલ્હી :  અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દુનિયાને સંબોધન કરશે. આ દરમ્યાન અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કટોકટી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, હું તમામ પક્ષો, ખાસ કરીને તાલિબાનને જીવનની રક્ષા કરવા અને માનવતાવાદી જરૂરિયાતો પૂરી થાય તે માટે અત્યંત સંયમ રાખવાની વિનંતી કરું છું.

હું તમામ પક્ષોને સમયસર જીવન બચાવવાની સેવાઓ અને માનવતાવાદીઓને સહાયતા આપવા માટે વિનંતી કરું છું. હું તમામ દેશોને શરણાર્થીઓને સ્વીકારવા વિનંતી કરું છું.

(9:32 pm IST)