Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રશિયા કાબુલમાં દૂતાવાસમાંથી કેટલાક કર્મચારીઓને પરત બોલાવશે

રશિયન રાજદૂત દિમિત્રી ઝિર્નોવ તાલિબાનના પ્રતિનિધિને મળશે અને દૂતાવાસની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરશે

નવી દિલ્હી :  અફઘાનિસ્તાનમાં રશિયન રાજદૂત ઝમીર કાબુલોવે કહ્યું કે રશિયા કાબુલમાં તેના દૂતાવાસમાંથી કેટલાક કર્મચારીઓને પાછા બોલાવશે. કાબુલોવે એખો મોસ્કવી રેડિયો સ્ટેશનને કહ્યું કે રશિયન દૂતાવાસના 100 કર્મચારીઓને પાછા બોલાવવામાં આવશે

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં રશિયન રાજદૂત દિમિત્રી ઝિર્નોવ મંગળવારે તાલિબાનના પ્રતિનિધિને મળશે અને દૂતાવાસની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરશે. તાલિબાનોએ અફઘાન રાજધાની પર ઝડપથી કબજો મેળવ્યો હતો.

(9:31 pm IST)