Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

પત્નિ કે પ્રેમિકા બંને સાથે રહેવા ૩-૩ દિવસ વહેંચી દીધાઃ એક દિવસ આઝાદીથી રહેશે

પતિને જોઈએ છે બંને હાથમાં લાડવાઃ પોતાની પત્નીને પણ છોડવા નથી માગતો, અને પોતાની ગર્લફ્રેન્ડને પણ : આગરામાંથી વિચિત્ર કિસ્સો સામે આવ્યો પતિએ જીદ પકડીઃ પ્રેમિકા અને પત્નિ બંનેને રાખશે અઠવાડીયાના દિવસો વહેંચી નાખ્યા

આગ્રા, તા.૧૭: આગરામાં પરિવાર પરામર્શ કેન્દ્રમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિ પોતાની પત્નીને પણ છોડવા નથી માગતો, અને પોતાની ગર્લફ્રેન્ડને પણ અને કાઉંન્સિલરે સમજાવ્યા બાદ પણ તે માન્યો નહીં. બહું કહેવા પર તેણે એક નવો તોડ શોધી કાઢ્યો અને તેમાં સાત દિવસની વહેંચણી કરી નાખી હતી. તેણે કહ્યું કે, ત્રણ દિવસ પત્ની સાથે અને ત્રણ દિવસ -ેમિકા સાથે રહેશે અને એક દિવસ બિંદાસ્તથી એકલો ફરશે.
આ મામલો આગરાના રકાબગંજ પોલીસ સ્ટેશનનો છે. પતિનું કહેવુ છે કે, તે પત્ની, પ્રેમિકા અને મા સૌની સાથે રહેવા માગે છે. પ્રેમિકાએ આ પ્રસ્તાવ સ્વિકારી લીધો છે. જ્યારે પત્નીએ વિચારવા માટે સાત દિવસનો સમય માગ્યો છે. લગ્ન ૧૦ વર્ષ પહેલા થયા હતા. બંનેને ત્રણ બાળકો પણ છે. પતિ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે.
પ્રેમિકાનું કહેવુ છે કે, તે અઢી વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ તેને અપનાવાની ના પાડી દીધી હતી. તેને એક બાળક પણ છે. પતિએ જણાવ્યું હતું કે, પત્ની ઝઘડો કરીને પિયરમાં જતી રહી છે, તેવા સમયે તે પ્રેમિકાના સંપર્કમાં આવ્યો. બધું બરાબર ચાલી રહ્યું હતું. વિવાદ થોડા સમય પહેલા જ શરૃ થયો, જ્યારે પત્નીએ પ્રેમિકા સાથે સંબંધ પુરો કરવાની વાત કરી.
પત્નીનું કહેવુ છે કે, પતિ તેના ઘરવાળાની જ વાત માને છે. ખર્ચા માટે રૃપિયા નથી આપતો, નથી ક્યાંય બહાર ખાવા લઈ જતો. જ્યારે ને ત્યારે મારપીટ કરતો રહે છે. બાળકો અને તેનું બરાબર ધ્યાન પણ નથી રાખતો. એટલા માટે તે પિયરમાં રહીને બાળકોને ઉછેરી રહી છે. આ મામલો પરિવાર પરામર્શ કેન્દ્રમાં પહોંચ્યો હતો, ત્રણ કાઉંસિલીંગ બાદ પતિએ કહ્યું કે, પત્નીની વાત સાંભળશે અને અઠવાડીયામાં એક વાર બહાર ખાવા લઈ જશે. જેના પર પત્ની રાજી થઈ ગઈ અને બંને સાથે રહેવા માટે માની ગયા.

 

(4:01 pm IST)