Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ત્રણ વર્ષથી બંધ જેટ એરવેઝ ફરીથી થશે ચાલુ

આ અઠવાડીયે મળી શકે છે એર ઓપરેટર સર્ટીફીકેટ

નવી દિલ્‍હીઃ જેટ એરવેઝ કંપનીની ઉડ્ડયન પરમીટઆ અઠવાડીયે ફરીથી રીવેલીટેર થઇ શકે છે. તે પહેલા કંપની આજે અંતિમ તબક્કાની પ્રુવીંગ ફલાઇટોનું પરિચાલન કરશે. ડીજીસીએના સીનીયર અધિકારી અનુસાર, જેટ એરવેજ આજે પોતાની અંતિમ તબક્કાની પ્રુવીંગ ફલાઇટનું સંચાલન કરવા તૈયાર છે. જેના પછી આ અઠવાડીયે તેના એર ઓપરેટર સર્ટીફીકેટ(એઓસી)ને ફરીથી રીવેલીટેર કરી દેવાની આશા છે.

જણાવી દઇએ કે પ્રુવીંગ ફલાઇટનું સંચાલન એ દેખાડવા માટે કરાય છે કે સંબંધિત એરલાઇન સંપૂર્ણ સેવાઓ  આપવા સક્ષમ છે.પ્રુવીંગ ઉડ્ડયનો કોઇ પણ અન્‍ય કોમર્શીયલ ઉડ્ડયનોની જેમ જ હોય છે. આ ઉડ્ડયનો નાગરિક ઉડ્ડયન ત્રણ નિર્દેશાલય (ડીજીસીએ)ના અધિકારીઓ અને સંબંધિત એરલાઇનના અધિકારીઓ અને ચાલક દળ સાથે થાય છે.

જેટ એરવેઝે ત્રણથી વધારે વર્ષો પહેલા ઉડ્ડયનો બંધ કર્યા હતા. હવે તે જાલાન કલરોક કંસોર્ટીયમની માલિકીમાં ફરીથી ચાલુ કરાઇ રહી છે. જેટ એરવેઝએ પ્રુવિંગ ફલાઇટનો પ્રથમ તબક્કો પુરો કરી લીધો છે. ડીજીસીએના એક અધિકારીએ સોમવારે કહ્યુ કે જેટ એરવેઝ ઉડ્ડયન પરમીટ રીવેલીડેશનની પ્રક્રિયા લગભગ પુરી થઇ ગઇ છે. મંગળવારે કંપની પોતાની બાકીની પ્રુવીંગ ફલાઇટનુ઼ સંચાલન કરશે.પછી તેનુ એઓસી આ અઠવાડીયા સુધીમાં રીવેલીડેર થઇ જશે.

(3:34 pm IST)