Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

બિલાડી યાદ રાખી શકે છે પોતાનું ને અન્‍યનુનામ !!

તમે તેને નામ લીધા વગર બોલાવો તો ગુસ્‍સે પણ થતી હોય છે

તમે કયારેય વીચાર્યુ છે કે તમે જયારે તમારી પાલતુ બિલાડીને પુચ-પુચ કરીને નામ લીધા વગર બોલાવો છો ત્‍યારે તે શું વિચારે છે. તે તમારા વાકયમાં રહેલ બિલાડીની ભાષાની વ્‍યાકરણની ભૂલો પણ શોધતી હોય છે તેનુ નામ લીધા વગર તેને બોલાવવા પર તે ગુસ્‍સે પણ થઇ શકે છે હા, તે તમે તેને કેવી રીતે બોલાવો છો તેના આધારે તમને જજ કરતી હોય છ.ે

જાપાનમાં થયેલ એક અભ્‍યાસનું તારણ છે કે બીલાડી પોતાનું જ નહીં પણ તેની સાથે રહેલ અન્‍ય બિલાડીઓના નામ પણ યાદ રાખી શકે છે. આ ઉપરાંત તે ઘરમાં રહેલ અન્‍ય વ્‍યકિતઓના નામ પણ યાદ રાખી શકે છ.ે

આપણે સામાન્‍ય રીતે એવું માનતા હોઇએ છીએ કે કુતરાઓ નામ યાદ રાખી શકે છે પણ તમને આヘર્ય થશે કે માણસો પર આધારિત આ પ્રાણીઓ ઘરમાં થતી વાતચીત પણ છાનામાના સાંભળતા હોય છે.

એનીમલ સાયન્‍સ રીસર્ચર સાહો રાકાગીએ અન્‍ય રીસર્ચરો સાથે મળીને પ્રયોગ કર્યો હતો. તેમણે એવી બિલાડીઓ સીલેકટ કરી જે ઘરમાં અન્‍ય બિલાડીઓ સાથે રહેતી હોય આ દરેક બિલાડીને અન્‍ય બિલાડીના ફોટા બતાવવામાં આવ્‍યા અને એ ફોટો બતાવતી વખતે માલિકના અવાજમાં રેકોર્ડ કરેલ તેનું નામ પણ બોલવામાં આવ્‍યું પછી રેકોર્ડ કરેલ બિલાડીનું સાચુ નામ અથવા અન્‍ય કોઇ બિલાડીનું નામ વગાડવામાં આવ્‍યું.

તો જોવા મળ્‍યું કે બિલાડીએ આ બંને કંડશીનમાં અલગ અલગ પ્રક્રિયા આપી તે પણ જોવા મળ્‍યું કે અસંબંધિત પરિસ્‍થિતી (રેકોર્ડીંગમાં બોલાયેલ નામ જે તે બિલાડીનું ના બોલાયુ) તો બિલાડી ફોટો સામે એમને એમ જોતી રહી અને ફોટાવાળી બિલાડીનું નામ બોલાય તેની રાહ જોતી રહી

(1:16 pm IST)