Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

LICનો ફલોપ શોઃ ડિસ્‍કાઉન્‍ટમાં લિસ્‍ટીંગ

દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમના શેરનાં નબળા લિસ્‍ટીંગથી રોકાણકારોમાં ઘોર નિરાશા : LICનો શેર BSE ૫૨ રૂા.૮૬૭.૨૦ તો NSE પર રૂા.૮૭૨ ઉપર લિસ્‍ટ થયોઃ માર્કેટ કેપ ૫.૫ લાખ કરોડ થયું: દેશની પાંચમી સૌથી મોટી લિસ્‍ટીંગ કંપની બની

મુંબઇ, તા.૧૭: દેશની સૌથી મોટી વીમા કંપની એવી ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઇસીએ રોકાણકારોને નિરાશ કર્યા છે. એલઆઇસીના શેર આજે બીએસઇ અને એનએસઇ પર લિસ્‍ટ થયા છે. વીમા કંપનીએ રોકાણકારોને લિસ્‍ટીંગના પ્રથમ દિવસે જે નુકશાનીની ‘ભેટ' આપી છે કંપનીનો શેર બીએસઇ પર રૂા.૮૧.૮૦ રૂા.ના ડિસ્‍કાઉન્‍ટ એટલે કે ૮.૬૨ ટકાના ઘટાડા સાથે રૂા.૮૬૭ પ્રતિ શેર લીસ્‍ટ થયા છે તો એનએસઇ દર એલઆઇસીનો શેર ૮.૧૧ ટકાના ઘટાડા સાથે રૂા.૮૭૨ પર લીસ્‍ટ થયો છે. આ સાથે એલઆઇસીનું માર્કેટ કેપ ૫.૫ લાખ કરોડ થઇ ગયુ છે અને તે રિલાયન્‍સ, ટીસીએસ, એચડીએફસી અને ઇન્‍ફોસીસ પછી દેશની ૫મી સૌથી મોટી કંપની બની છે.  અત્રે એ નોંધનીયછે કે એલઆઇસીના શેરની પ્રાઇઝ બેન્‍ડ રૂા.૯૪૯ રાખવામાં આવી હતી. આ ઇસ્‍યુ થકી સરકારે રૂા.૨૧૦૦૦ કરોડ એકઠા કર્યા હતા. ઇસ્‍યુ ૩ ગણો ભરાયો હતો અને જે ૯મી મેના રોજ બંધ થયો હતો. રિટેલ  ઇન્‍વેસ્‍ટરો અને પોલીસી હોલ્‍ડરોને રૂા.૪૫ તથા રૂા.૬૦નું ડીસ્‍કાઉન્‍ટ અપાયુ હતું.

એલઆઇસીમાં પૈસા રોકાનારાનો મુડ ખરાબ થઇ ગયો છે. પ્રી માર્કેટમાં ૧૨ ટકા શેર તુટયો હતો.

જે રીતે લિસ્‍ટીંગ થયું તેનાથી રોકાણકારોને શેરદીઠ ૮૨ રૂા.નું નુકશાન થયુ છે.

(11:32 am IST)