Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રશિયાના હુમલાથી નિર્દોષ નાગરિકો અને ઘાયલ સૈનિકોને બચાવી રહી છે સિક્રેટ ટ્રેન

યુક્રેન પાસે સોવિયતસંઘના જમાનાની 12 જેટલી સિક્રેટ ટ્રેન છે : ટ્રેનમાં આઇસીયૂ અને ઓકિસજનનું ઉત્પાદન કરવા સુધીની સગવડ

રશિયા સાથેના યુધ્ધના પગલે યુક્રેન નિદોર્ષ નાગરિકોને બચાવવા માટે સીક્રેટ ટ્રેનનો આશરો લે છે. આ વાદળી અને પીળા રંગની ટ્રેન સોવિયતસંઘના જમાનાની છે જે અણીના સમયે કામ આવી રહી છે. જેણે યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સેંકડો શરણાર્થીઓને સુરક્ષિત સ્થળે બહાર કાઢયા છે. બીજા વિશ્વયુદ્ધ પછીની આ પ્રથમ ઘટના છે જેમાં ઘાયલોના ઇલાજ તથા સલામતી માટે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે

આ ટ્રેનો હાલતી ચાલતી આધૂનિક હોસ્પિટલમાં ફેરવાઇ ગઇ છે. એક માહિતી મુજબ યુક્રેન પાસે આવી  12 જેટલી સિક્રેટ ટ્રેન છે. આ ગુપ્ત ટ્રેન યુક્રેની સૈનિકોને રશિયા દ્વારા આગલી હરોળમાં થતા હુમલાથી બચાવે છે. રશિયા દ્વારા થતા  હુમલાઓથી બાળકો,મહિલાઓ અને વડિલો ગંભીર રીતે ઘાયલ થઇ રહયા છે આવા સંજોગોમાં સારવાર આપીને જીવ બચાવવા માટે ગુપ્ત ટ્રેન જ એક માત્ર ઉપાય છે જે યુધ્ધ શરુ થયા પછી રેલવે સિસ્ટમ યુક્રેનીઓની લાઇફલાઇન બની ગઇ છે.

રશિયા દ્વારા રેલવેના ટ્રેક અને પૂલને નિશાન બનાવામાં આવી રહયા છે. આથી રેલવે ટ્રેકની મરામત કરવી એ પણ પડકારરુપ છે. આ ટ્રેન ગુપ્ત વિસ્તારોમાંથી હેન્ડલ કરવામાં આવે છે તેની કોઇ જ માહિતી બહાર પાડવામાં આવતી નથી. ઘાયલ નાગરિકોને પણ એક ગુપ્ત સ્થાને રાખવામાં આવે છે. ટ્રેનનો મુખ્ય હેતું ઘાયલ અને બીમાર સૈનિકોને પૂર્વથી પશ્ચિમ સુધીના છેડા સુધી હોસ્પિટલમાં ખસેડવાનો છે.

મેડિસિન્સ સેન્સ ફ્રન્ટીયર્સ, યૂકેની રેલવે અને આરોગ્ય મંત્રાલય તેનું સંચાલન સંભાળે છે. આ ટ્રેનમાં આઇસીયૂ અને ઓકિસજનનું ઉત્પાદન કરવા સુધીની સગવડ છે એટલું જ નહી ખાસ ટેકનિકથી અંદરના બિસ્તરને પણ અંદર બહાર ફેરવી શકાય છે.જયારે ટ્રેન ગતિમાં દોડતી હોય ત્યારે દર્દીને ડ્રીપ આપવામાં મુશ્કેલી પડે છે પરંતુ સ્ટાફ ટેવાઇ ગયો છે. આ ટ્રેન 700 કિમી સુધીની લાંબી યાત્રા પણ કરે છે.

(12:50 am IST)