Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

રૂ.૧૦ની નવી નોટ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરતી કેન્દ્ર સરકાર

નેત્રહીન વ્યક્તિઓને નોટ ઓળખવામાં તકલીફ પડી રહી હોય સરકાર દસ રૂપિયાની નોટ બંધ કરશે

નવી દિલ્હી : ફરી એકવાર કેન્દ્ર સરકાર લેવા જઈ રહી છે એક મોટો નિર્ણય. મળતા એહવાલ મુજબ હાલમાંજ કેન્દ્ર સરકારે રૂ. 10ની નવી નોટ 2 ફેબ્રુઆરીના રોજ બહાર પાડી હતી, જે હવે આગામી દિવસોમાં બંધ કરી દેવાનો નિર્ણય સરકાર લેવા જઈ રહી છે. રૂ. 10 ની નોટ બંધ કરીને રૂ. ૧૦ના સિક્કા પાછા માર્કેટમાં મુકવામાં આવશે તેમ જાણવા મળે છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયના કારણે દસ રૂપિયાની નવી નોટ પર પણ સંકટ જોવા મળી રહ્યું છે. આ નોટ હાલમાં મધ્યપ્રદેશના દેવાસ નોટ પ્રેસમાં છપાઇ રહી છે.

એક મળતાં અહેવાલ મુજબ સરકારે કોર્ટમાં દસ રૂપિયાની નોટ બંધ કરવા માટેનું કારણ જણાવતાં કહ્યું કે નેત્રહીન વ્યક્તિઓને નોટ ઓળખવામાં તકલીફ પડી રહી છે જેના કારણે દસ રૂપિયાની નોટ બંધ કરવામાં આવશે અને તેની જગ્યાએ સિક્કાનું ચલણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે નવી નોટની તપાસ માટે નેત્રહીન વ્યક્તિને પણ બોલાવામાં આવશે.

સરકારે નેત્રહીન વ્યક્તિઓને થઇ રહેલી હેરાનગતિના કારણે નોટબંધીની વાત મુખ્ય ન્યાયાધીશ સામે રાખી હતી. સરકારે જણાવ્યું કે નેત્રહીન વ્યક્તિ 20 અને 50ની નોટને સારી રીતે ઓળખી શકે છે, જયારે રૂ. ૧૦નિ નોટ ઓળખવામાં તકલીફ પડે છે.

હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવામાં આવ્યું છે કે નવી નોટમાં ઓળખ માટે કોઇ નિશાન ન હોવાથી નેત્રહીન વ્યક્તિઓને ઘણી પરેશાની થઇ રહી છે. આ મામલે કોર્ટમાં આગામી 7 માર્ચે સુનાવણી હાથ ધરાશે.

(10:59 pm IST)