Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ટેક્સ વસુલી પર ઇન્કમ ટેક્સ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર

ધિરાણ કાર્યક્રમને ઘટાડીને ૨૦૦૦૦ કરોડ કરાયો : બોન્ડ માર્કેટમાં ટૂંકા ગાળા માટે તેજી આવવાના એંધાણ ડોલર સામે રૂપિયો ૦.૨૪ ટકા મજબૂત થઇને બંધ રહ્યો

મુંબઈ, તા. ૧૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે તેના બોરોવિંગ પ્રોગ્રામને અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલા ૫૦૦૦૦ કરોડના આંકડાથી ઘટાડી દેતા આના કારણે શેરબજાર અને રૂપિયા પર સીધી અસર થઇ હતી. રૂપિયો આજે ૦.૨૪ ટકા મજબુત થઇને ૬૩.૮૯ની સપાટી પર રહ્યો હતો. મંગળવારના દિવસે તેની સપાટી ૬૪.૦૪ રહી હતી. જે હવે બુધવારે ૬૩.૮૯ રહી હતી. મંગળવારના દિવસે ડોલરની સામે રૂપિયામાં ૦.૯ ટકા સુધીનો ઘટાડો થયો હતો. એડિશનલ બોરોવિગ્સમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ બોન્ડ માર્કેટમાં ટુંકા ગાળામાં મોટી રાહત થઇ શકે છે. આ વર્ષે હજુ સુધી રૂપિયામાં ૦.૨ ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ક્રમશઃ ઇક્વિટી અને બોન્ડમાં ૨૭૮.૭૦ મિલિયન ડોલર અને ૩૮૪.૧૦ મિલિયન ડોલરની ખરીદી કરવામાં આવી છે. આ વર્ષે રૂપિયામાં સ્થિતિ ખુબ સારી રહીછે.

(7:36 pm IST)