Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પ્રત્યક્ષ કરવેરા વસુલાત આંક ૬.૮૯ લાખ કરોડ

વસુલાતમાં ૧૯ ટકાનો વધારો નોંધાયો

        નવીદિલ્હી, તા. ૧૭ : વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રથમ સાડા નવ મહિનાના ગાળા દરમિયાન પ્રત્યક્ષ કરવેરા વસુલાત અથવા તો ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો આંકડો ૧૮.૭ ટકા વધીને ૬.૮૯ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. ટેક્સ વિભાગ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. વસુલાત ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી ગણતરી કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)ના નિવેદનમાં આજે આ મુજબની વાત કરવામાં આવી છે. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી વસુલાત પ્રત્યક્ષ કરવેરાથી ૯.૮ લાખ કરોડ રેવેન્યુ ટાર્ગેટના ૭૦ ટકાની આસપાસ છે. ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી પ્રત્યક્ષ કરવેરા વસુલાતનો આંકડો દર્શાવે છે કે, નેટ વસુલાતનો આંકડો ૬.૮૯ લાખ કરોડનો રહ્યો છે. ગયા વર્ષે આજ ગાળા દરમિયાન નેટ વસુલાત કરતા આ આંકડો ૧૮.૭ ટકા વધારે છે. રિફંડને ધ્યાનમાં લીધા વગર ગ્રોથ વસુલાતનો આંકડો ૧૩.૫ ટકા વધીને ૮.૧૧ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. એપ્રિલ ૨૦૧૭થી ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ના ગાળા દરમિયાન આ આંકડો ૧૩.૫ ટકા સુધી પહોંચી ગયો છે.

(7:35 pm IST)