Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પોતાની ભુલથી થયેલા વાહન અકસ્માતના વિમા પ્રિમિયમમાં ઘટાડો

વિમા નિયામકની નવી ગાઇડલાઇન બાદ ત્રણ કંપનીઓએ પ-ર૦ ટકાનો ઘટાડો કર્યોઃ અન્ય કંપની તૈયારીમાં

નવી દિલ્હી તા.૧૭ : ત્રણ સાધારણ કંપનીઓએ પોતાની ભુલથી થયેલા નુકસાનના પ્રિમિયમમાં પ-ર૦ ટકા સુધીનો ઘટાડો થયો છે તેનાથી ગ્રાહકોની કાર વિમા કિસ્તમાં ઘટાડો થશે. બજાજ આલિયાન્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, યુનિવર્સલ સોંપોએ આ શ્રેણીના વિમા પ્રિમિયમમાં ઘટાડો કર્યો છે. અન્ય કંપનીઓ પણ તે અંગે નિર્ણય કરી શકે છે.યુનિવર્સલ સોપોના એમડી રાજીવકુમારે કહ્યુ કે, વિમા નિયામક તેમજ વિકાસ પ્રાધિકરણે ઓગષ્ટ ર૦૧૭માં વાહન વિમા સેવા પ્રદાતા ગાઇડલાઇન જાહેર કરી હતી અને તે ૧લી નવેમ્બર ર૦૧૭માં લાગુ થઇ હતી. તેના કારણે આ પ્રિમિયમમાં ૧પ થી ર૦ ટકાનો ઘટાડાની શકયતા છે.વિમા કંપનીઓ મધ્યસ્થ ગ્રાહકોને ઓડી પ્રિમિયમમાં ૧૯.પ ટકા સુધીની છુટ આપી શકે છે. જો કે ફાર્મની ફી, માળખાગત ખર્ચ, વિજ્ઞાપન ખર્ચ અને અન્ય પ્રકારના પ્રશાસનિક ખર્ચ વગેરે મળીને અપાતી છુટ નક્કી કરેલા સમય મર્યાદાથી વધુ થઇ શકશે નહી. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના કાર્યકારી નિર્દેશક સંજીવ મંત્રીના કહ્યા મુજબ અમે ૮૭ ટકા વિમો ડિજીટલ પ્રદાન કરીએ છીએ અને સર્વે જેવા કાર્ય પણ ઓનલાઇન થઇ રહ્યા છે. એવા બચતનો માર્ગ ખુલ્લો છે.આઇસીઆઇસીઆઇના સંજીવ મંત્રીએ કહ્યુ કે જીએસટીથી પણ કંપનીઓને રાહત મળી છે. પહેલા વાહનોના સ્પેરપાર્ટસ પર ૧ર ટકા આપવો પડતો હતો. જે ખર્ચમાં જોડાતો હતો પરંતુ જીએસટી હેઠળ કંપની તેના પર ઇનપુટ ટેકસ ક્રેડીટનો દાવો કરી શકે છે.

(3:52 pm IST)