Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ભારત - ઇઝરાયલની મિત્રતાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુ

બંને દેશને પાકે ગણાવ્યો મુસ્લિમ વિરોધઃ પાક.ના વિદેશ મંત્રીએ કાશ્મીર મુદ્દે કર્યા આક્ષેપો

ઈસ્લામાબાદ તા. ૧૭ : પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને ભારત અને ઈઝરાઈલના જોડાણ છતાં પાકિસ્તાન પોતાની રક્ષા કરી શકે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે ઈઝરાઈલ પર વાર કરવાની સાથે સાથે ભારત પર કાશ્મીર મુદ્દે આક્ષેપ કરી દીધા.

પોતાના ઈન્ટર્વ્યુમાં ઈઝરાઈલ પર વાર કરીને આસિફ બોલ્યા કે, ઈઝરાઈલ તે મોટા વિસ્તારને કબજામાં લેવાની કોશિશ કરી રહ્યું છે, જે મુસ્લિમોનો છે. આ સાથે તેમણે ભારત પર આરોપ લાગાવીને કહ્યું, આમતો ભારત કાશ્મીરમાં મુસ્લિમોની જમીન કબ્જામાં કરી લીધી છે. ઈઝરાઈલ અને ભારતનો એક સરખો ઉદ્દેશ્ય છે. આસિફે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાને કયારેય ઈઝરાઈલને માન્યતા નથી આપી, ભારત અને ઈઝરાઈલનું આ જોડાણ બન્નેના 'ઈસ્લામનો વિરોધ'ના કારણે છે.

આસિફે કહ્યું, 'પાકિસ્તાનનો ફિલિસ્તીનના લોકો સાથે ભાવનાત્મક સંબંધ છે, જયારે કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનના અસ્તિત્વથી સંબંધિત છે.' આગળ તેમણે કહ્યું કે, 'અમે ભારત અને ઈઝરાઈલ આગળના જોડાણ છતાં પોતાની રક્ષા કરી શકીએ છીએ. આનાથી સરકારે કે દેશે ગભરાવાની જરૂર નથી.'

તેમણે આગળ જણાવ્યું કે, પાકિસ્તાનની આર્મ ફોર્સ સંપૂર્ણ રીતે આતંકવાદ સામે લડી રહી છે અને દેશની રક્ષાત્મક ક્ષમતા પણ વધી છે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું, 'અમે મોટી સંખ્યામાં બલિદાન પછી આતંકવાદ સામે સફળતા મેળવી છે.' આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું હતું, 'ઈસ્લામાબાદ ભારત અને ઈઝરાઈલની મિત્રતા પર સંપૂર્ણ રીતે નજર રાખી રહ્યું છે.'

જણાવી દઈએ કે ઈઝરાઈલના ભ્પ્ બેંજામિન નેતન્યાહુ ભારતના પ્રવાસ પર છે અને ભારત સાથે ફ્રી ટ્રેડ પેકટની શરુઆત કરશે. પોતાના પ્રવાસ દરમિયાન નેતન્યાહુએ કહ્યું હતું, 'અમારા રાજકીય સંબંધોને ૨૫ વર્ષ થઈ ગયા છે, પણ હજુ કંઈક નવું થઈ રહ્યું છે.'

એક તરફ આતંકવાદની સામે લડાઈની વાત કરી રહેલા પાકિસ્તાનના PM ખાકાન અબ્બાસીએ એક ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું, 'પાકિસ્તાનમાં કોઈ કેસ આફિઝ સઈદ સાહેબની વિરુદ્ઘમાં નથી.'

(3:49 pm IST)