Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ઇઝરાયલના વડાપ્રધાનની અમદાવાદ મુલાકાતની વિવિધ તસ્વીરો

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ આજે સવારે અમદાવાદ આવી પહોંચતા તેમનું વડાપ્રધાન મોદી, રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સ્વાગત થયા બાદ બંનેએ ૭ કિલોમીટરનો બંધ ગાડીમાં રોડ-શો યોજ્યો હતો. બાદમાં તેઓ બધા ગાંધી આશ્રમ ગયા હતાં જ્યાં ઇઝરાયના વડાપ્રધાને વિઝીટર્સ બુકમાં નોંધ કરી હતી અને વડાપ્રધાન મોદી સાથે આરામની પળો માણી હતી તે તસ્વીરમાં દેખાય છે. આ દરમ્યાન બંને નેતાઓએ પતંગ ઉડાડવાની મજા માણી હતી તે તસ્વીરમાં દેખાય છે.

(3:33 pm IST)