Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

મારૂતિ સુઝુકીએ દરેક મિનિટે વેચી ૩ કાર !

નવી દિલ્હી તા.૧૭ : ભારતની સૌથી મોટી ઓટોમેકર કંપની મારુતિ સુઝુકીનો ડોમેસ્ટિક માર્કેટમાં દબદબો જળવાઈ રહ્યો છે. કંપનીએ ડોમેસ્ટિક માર્કેટમાં દસ લાખથી પણ વધારે ગાડીઓ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. ૨૦૧૭માં મારુતિએ કુલ ૧૬,૦૨,૫૨૨ વાહન વેચ્યા. કંપનીએ વેચાણનો પોતાનો જ રેકોર્ડ તોડતાં પ્રત્યેક મિનિટે સરેરાશ ૩ ગાડીઓ વેચી છે.

માર્કેટ શેરની વાત કરીએ તો મારુતિની પાર્ટનરશિપ ૪૯.૬ ટકા છે, જે સૌથી વધારે છે. ઓલ્ટો મારુતિ સુઝુકીની સૌથી વધારે વેચાતી કાર છે. ડિઝાયર પણ સૌથી વધારે વેચાનારી કારની રેસમાં છે. ૨૦૧૭માં ઓલ્ટોના કુલ ૨,૫૭,૭૩૨ યુનિટ્સ વેચાયા. જયારે મારુતિ સુઝુકી ડિઝાયરના કુલ ૨,૨૫,૦૪૩ યુનિટ્સ વેચાયા.

(12:39 pm IST)