Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

શોપિંગ પર મળશે ૧૦ ટકા કેશબેક

ફિલપકાર્ટે રિપબ્લિક ડે સેલની જાહેરાત કરી, ૭૦% સુધી મળશે ડિસ્કાઉન્ટ

૧૦,૦૦૦ સુધી કેશબેક આપશે : પ્રોડકટસ પર મળશે ૭૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી તા.૧૭ : વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી જ ઈ-કોમર્સ સાઈટ્સે સેલની શરૂઆત કરી દીધી છે. હાલમાં જ અમેઝોને ગ્રેટ ઈન્ડિયન સેલની જાહેરાત કરી છે. આ સેલ ૨૧ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી વચ્ચે ચાલશે. તેવામાં ફ્લિપકાર્ટમાં પણ ૨૧ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી દરમિયાન રિપબ્લિક ડે સેલ ચાલશે.

રિપબ્લિક ડે સેલ દરમિયાન કંપની સિટી બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર ૧૦ ટકા કેશબેકનું ઓફર આપી રહી છે. સેલમાં કંપની સ્માર્ટફોન્સ પર સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સેલમાં તમને સારા અને બજેટ સ્માર્ટફોન મળી જશે.

ફ્લિપકાર્ટ પર Google Pixerl 2 XL ૪૮,૯૯૯ રૂપિયામાં મળશે. સાથે જ જો તમે HDFC ક્રેડિટ કાર્ડ હોલ્ડર છો તો EMI ટ્રાન્જેકશન પર ૧૦,૦૦૦ રૂપિયા કેશબેક મળશે. Samsung Galaxy s7ને ૨૬,૯૯૦ રૂપિયા અને Xiaomi Mi Max 2ને ૨૯,૯૯૯ રૂપિયામાં ખરીદી શકશો.

બજેટ કેટેગરીમાં Xiaomi Redmi Note 4, Lenovo K8, Moto G5 Plus, Samsung Galaxy On Nxt, Infinix Zero 4 અને Panasonic Eluga A3 સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ કિંમતે ખરીદી શકાય છે. સ્માર્ટફોન્સ ઉપરાંત કંપની લેપટોપ, ટીવી અને કેમેરા પર ૬૦-૭૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે.

(12:38 pm IST)