Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

હવે ગેરકાયદે બ્રિટનમાં રહેતા ભારતીયોને પરત લાવવા સરળ બનશે;ભારત-બ્રિટન વચ્ચે કરાર

ભારત અને બ્રિટેન હવે એકબીજા સાથે મળીને ગુનાહિત રેકોર્ડને આસાનીથી ઉકેલી શકશે

 

નવી દિલ્હી ;ભારત અને બ્રિટન વચ્ચે એક કરાર થયો છે જે અંતર્ગત ભારત અને બ્રિટેન હવે એકબીજા સાથે મળીને ગુનાહિત રેકોર્ડને આસાનીથી ઉકેલી શકશે.અને ગેરકાયદેસર રીતે બ્રિટેનમાં રહેતા ભારતીયોને પણ હવે પરત લાવવામાં સરળતા રહેશે કરારની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ગુનાઓને ઉકેલવા પણ સરળ થઇ જશે અને ગેરકાયદેસર રીતે બ્રિટેનમાં રહેતા લોકોને ભારતમાં પરત લાવવામાં આવશે.

    બ્રિટેન પહોંચતા ભારતનાં ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂ અને બ્રિટેનની મંત્રી કૈરોલિન નોક્સે કરાર પર હસ્તાક્ષર કર્યાં.હતા કરારનાં આધારે ગુનાહિત રેકોર્ડને ઉકેલવા અને બ્રિટેનમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત લાવવા માટેનાં કરાર શામેલ છે.

   ગૃહમંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું કે હાલમાં બંને દેશોની વચ્ચે બે કરાર થયા છે પરંતુ કરાર પર ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટેનની પ્રધાનમંત્રી થેરેસા મે દ્વારા મહોર લગાવવામાં આવશે.

   ભારત અને બ્રિટેનની વચ્ચે પહેલેથી 1992માં એક પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે કે જે નવેમ્બર 1993થી લાગુ છે. પરંતુ નવા કરારમાં બ્રિટેનમાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓનાં મુદ્દા પણ શામેલ છે. બ્રિટેશ સરકારનાં જણાવ્યા અનુસાર નવો કરાર બંને દેશોની વચ્ચે વધતા સહયોગને પ્રતિબિંબિત કરશે.

(10:07 pm IST)