Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ગાયબ થયા બાદ દસ કલાક ડો,તોગડીયા ક્યાં હતા ? કેટલીક હકીકત બહાર આવી.

એરપોર્ટ ખાતે કાર લઈ જાતે જ પહોંચ્યા::તેમણે એમ્બ્યૂલન્સ બોલાવી?:એમ્બ્યુલન્સ સ્ટાફને સારવાર લેવાની ના પાડી હતી.

અમદાવાદ ;વિષ હિન્દૂ પરિષદના આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા ગઈ કાલે ગૂમ થયા બાદ દસ કલાક પછી બેભાન હાલતમાં મળી આવ્યા

અને આજે સવારે પત્રકાર પરિષદમાં કેટલાક ખુલાસા કર્યા હતા પરંતુ કેટલીક એવી હકીકત પોલીસ તંત્ર દ્વારા બહાર આવી છે જેમાં ડો,તોગડિયાના નિવેદન અંગે શંકા ઉપજી શકે છે

  ડો,તોગડીયા સામે રાજસ્થાન કોર્ટ દ્વારા વોરન્ટ નીકળ્યા બાદ ડો. તોગડિયા ગુમ થયા હતા. આ ઘટનાના દસ કલાક બાદ તેઓ અમદાવાદની ચન્દ્રમણી હોસ્પિટલમાં બેભાન હાલતમાં તેઓ આવ્યા હતા. મંગળવારે તેમને કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર ઉપર આરોપ લગાવ્યા હતા.

   પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું કે એરપોર્ટ ખાતે તેઓ કાર લઈ જાતે જ પહોંચ્યા હતા, ત્યાર બાદ તેમણે એમ્બ્યૂલન્સ બોલાવી હતી અને તેઓ જ હોસ્પિટલ જાતે આવ્યા હતા. આમ તેમણે તેઓ બેભાન થઈ ગયાની હકીકત જાહેર કરી તે ખોટી સાબીત થઈ છે.

   ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર જયેશ ભટ્ટે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ ફોન કોલ્સ અને સીસીટીવી ફુટેજના આધારે સ્પષ્ટ થયું હતું કે ડો. તોગડિયાએ  ડ્રાઇવરના ફોન ઉપરથી પોતે જ 108 ઉપર ફોન કર્યો હતો. એમ્બ્યૂલન્સ પહોંચી ત્યારે ડો. તોગડિયા એકલા બેઠા હતા અને તેમનો ડ્રાઈવર જતો રહ્યો હતો.

   એમ્બ્યુલન્સ સ્ટાફે સારવારની વાત કરતા તેમણે સારવાર લેવાની ના પાડી હતી તથા તેમનું બીપી (બ્લડપ્રેશર) પણ બરાબર હતું. રસ્તામાં ખુદ તેમણે જ સિવિલ જવાને બદલે ચંદ્રમણિ હોસ્પિટલ જવાનું કહ્યું હતું. આ ઉપરાંત ડો. તોગડિયાના અંગત માણસ હોસ્પિટલના સતત સંપર્કમાં હતા.

(9:49 pm IST)