Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ડોલરની સામે રૂપિયો ૫૪ પૈસા સુધી ઘટ્યો

૬૪.૦૩ની સપાટી પર રહ્યો

         મુંબઇ,તા. ૧૬ : ડોલરની સામે રૂપિયામાં જોરદાર કડાકો બોલી ગયો હતો. ગઇકાલે સોમવારની તુલનામાં અમેરિકી ડોલરની સામે રૂપિયામાં ૫૪ પૈસાનો ઘટાડો રહ્યો હતો. તેની સપાટી ૬૩.૦૩ રહી હતી. ગઇકાલે સોમવારના દિવસે ઇન્ટરબેંક ફોરેન એક્સચેંજ માર્કેટ ખાતે ડોલરની સામે રૂપ્યો ૬૩.૪૯ની સપાટી પર રહ્યો હતો. વધતી જતી વેપાર ખાદ્ય વચ્ચે આયાતકારો અને બેંકો દ્વારા ડોલરની અવિરત માંગના કારણે રૂપિયામાં કડાકો બોલી ગયો હતો. અન્ય હરીફ સામે ડોલરમાં મિશ્ર સ્થિતિ જોવા મળી હતી. વેપાર ખાધ નવેમ્બર મહિનામાં ૧૩.૮૩ અબજ ડોલરથી વધીને ગયા મહિનામાં ૧૪.૮૮ અબજ ડોલર સુધી પહોંચી જતાં તેની અસર થઇ.

(7:22 pm IST)