Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અરૂણાચલ : ઘુસણખોરી બાદ તકેદારી વધારવા માટે તૈયારી

ચીનની ગતિવિધી પર બાજ નજર રાખવાની જરૂર : ચીનની એક રોડ નિર્માણ ટુકડી હાલમાં જ અરૂણાચલના ટુટિંગ વિસ્તારમાં ઘુસણખોરી કરી ગઇ હતી : અહેવાલ

નવી દિલ્હી,તા. ૧૬ : સરહદ પર અતિક્રમણના હાલના બનાવ બાદ ભારત હવે સાવધાન થઇ ગયુ છે. અરૂણાચલ પ્રદેશમાં ચીનની ઘુસણખોરી બાદ હવે લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ અથવા તો વાસ્તવિક અંકુશ રેખા પર તકેદારી વધારી દેવા માટેની તૈયારી ભારત દ્વારા કરવામાં આવી છે. ચીનની એક માર્ગ નિર્માણ ટુકડી હાલમાં અરૂણાચલના ટુટિંગ વિસ્તારમાં ભારતીય ક્ષેત્રમાં એક કિલોમીટર સુધી અંદર ઘુસી ગઇ હતી. આવી સ્થિતીમાં ભારતને હવે અંકુશ રેખા પર મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાની જરૂર દેખાઇ રહી છે. ચીની સૈનિકોની ગતિવિધી પર નજર રાખવા અને જરૂર પડવાની સ્થિતીમાં વહેલી તકે પગલા લેવા માટે આર્મી અને ભારતીય તિબેટ સરહદ પોલીસ દળને વધુ તૈયાર રાખવા માટે કમર કસી લીધી છે. વધારે સારી કનેક્ટિવિટી , લોજિસ્ટિક સેટ અપ  અને પુરતા પ્રમાણમાં બાજ નજર રાખવા માટે કમર કસી લીધી છે. ભારતીય સેનાને આ તમામની જરૂર છે કારણ કે આર્મી ચીફ જનરલ બિપિન રાવતના કહેવા મુજબ ચીન અંકુશ રેખા પર દબાણ વધારી રહ્યુ છે. અલબત્ત અંકુશ રેખા પર નજર રાખનાર સાધનો અથવા તો સર્વગ્રાહી બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ કેટલી અસરકારક રહેશે તેના પર હાલમાં ધ્યાન આપવાની જરૂર છે.હકીકતમાં અંકુશ રેખા પર સીમાંકન નહીં હોવાના કારણ જટિલ સ્થિતી સર્જાયેલી છે. તેના પર આવનાર વિસ્તચારો દુરગામી છે. વીજળી પણ પુરતા પ્રમામાં નથી. ટુટિંગ બાદ માર્ગો વાહન ચલાવવા લાયક રહ્યા નથી. આવી સ્થિતીમાં માર્ગોની સ્થિતીને પણ સુધારી દેવાની જરૂરીયાત દેખાઇ રહી છે. ચીન ભારત પર વારંવાર દબાણ લાવતુ રહે છે. 

(1:07 pm IST)