Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મેડીકલ કૌભાંડઃ પ્રસાદ-મંદિર-ગમલા હતા જ્જના લાંચના કોડવર્ડ

સુપ્રિમ કોર્ટનો પ્રતિબંધ છતાં મેડીકલ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સાથે જોડાયેલા કૌભાંડમાં જ્જોની સંડોવણીને લઇને નવો ખુલાસોઃ સીબીઆઇ સમક્ષ સનસનીખેજ ટેપ સામે આવીઃ વચેટીયાઓની પણ ભુંડી ભુમિકા હતીઃ કૌભાંડ સાથે જોડાયેલા દલાલે જયારે કહ્યુ... ચાવાળાની સરકારમાં ભ્રષ્ટાચાર કરવો મુશ્કેલ છે

નવી દિલ્હી તા.૧૬ : સુપ્રિમ કોર્ટની મનાઇ છતાં મેડીકલ કોલેજોમાં પ્રવેશના કૌભાંડમાં જ્જોની સંડોવણીને લઇને એક મોટો ખુલાસો થયો છે. સીબીઆઇની તપાસ દરમિયાન રેકોર્ડ કરવામાં આવેલી વાતચીતથી એવુ જાણવામાં આવે છે કે કૌભાંડમાં સામેલ જ્જ લાંચ લેવા માટે પ્રસાદ, મંદિર, ગમલા, સામાન, બહી વગેરે શબ્દોનો ઉપયોગ કરતા હતા. અત્રે એ નોંધનીય છે કે આ મામલામાં ઓડિશાના રિટાયર્ડ જ્જ આઇ.એમ.કુદુશીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેઓ જેલમાં છે.

સીબીઆઇ દ્વારા આઇ.એમ.કુદુશી અને વચેટીયા વિશ્વનાથ અગ્રવાલ અને પ્રસાદ એજયુકેશન ટ્રસ્ટના બી.પી.યાદવ વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડીંગથી આ વિગતો બહાર આવી છે. વાતચીતમાંથી એવુ જણાઇ છે કે વચેટીયાઓએ કોલેજના માલીકોને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા તરફથી રાહત અપાવવાનું વચન આપ્યુ હતુ. આ મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટના બે વર્તમાન જ્જ પણ સીબીઆઇની તપાસના ઘેરાવામાં છે.

એટલુ જ નહી આરોપીઓને સરકાર તરફથી વચેટીયાઓ ફિકસર્સ ઉપર કરવામાં આવેલી આકરી કાર્યવાહીનો ડર પણ સતાવતો હતો. રેકોર્ડીંગમાં અગ્રવાલ કહે છે કે સંબંધિત વ્યકિત સાથે મુલાકાત એટલા માટે સંભવ નથી કે ચાવાળાની સરકાર બધાને નિહાળી રહી છે પરંતુ ઓડિશાના વ્યાપારીએ પ૦૦ ટકા ગેરેન્ટી આપી કે કામ થઇ જશે. એક વાતચીતમાં અગ્રવાલ રીટાયર્ડ જ્જ કુદુશીને ભરોસો આપે છે કે તેમના ફાધર અને કેપ્ટન બધુ કરવા તૈયાર છે.

વાતચીતમાં એક જગ્યાએ યાદવ અગ્રવાલને અગ્રવાલ કહે છે કે, તેમને જ્જની વાત પર ભરોસો છે. અગ્રવાલ ફરીથી યાદવને યાદ અપાવે છે કે પ્રસાદ નહિ અપાઇ તો આ મામલો નહી ઉકેલાય. જયારે આ કોડવર્ડને લઇને સીબીઆઇના પ્રવકતા અભિષેક દયાળનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યુ હતુ કે, અમે આ વાતચીતને નકારતા પણ નથી અને પુષ્ટી પણ કરતા નથી.

વાતચીતથી એ પણ ખુલાસો થાય છે કે બીઝનેસમેન અગ્રવાલને એ પણ ભરોસો છે કે તેને અલ્હાબાદના મંદિર અને દિલ્હીના મંદિરથી પોતાના હિતમાં ફેસલો મળશે. રિટાયર્ડ જ્જ કુદુશી ઉપરાંત આ મામલામાં બીઝનેસમેન અગ્રવાલ મોટો ચહેરો છે જે જ્જોને પોતાની વાતોમાં ફસાવી ખરાબ વ્યવસ્થાવાળી મેડીકલ કોલેજોના માલીકોના કેસને ઉકેલવાનુ કામ કરતો હતો.

ગયા વર્ષે સીબીઆઇએ આ કૌભાંડમાં નિવૃત જ્જ કુદુશી ઉપરાંત એક વચેટીયા વિશ્વનાથ અગ્રવાલ, પ્રાઇવેટ મેડીકલ કોલેજના માલીક બી.પી.યાદવ અને પલાસ યાદવ ઉપરાંત હવાલા ઓપરેટર રામદેવ સારસ્વત પણ સામેલ છે. કુદુશી પર આરોપ છે કે તેમણે પ્રાઇવેટ મેડીકલ કોલેજોને કાનૂની મદદ પુરી પાડી એટલુ જ નહી સુપ્રિમ કોર્ટમાં પણ મનઘડત ફેંસલો અપાવવાનો વાયદો કર્યો હતો.

પ્રસાદ મેડીકલ કોલેજ એ ૪૬ કોલેજોમાંથી જેના પર મેડીકલ પ્રવેશ પર પ્રતિબંધ હતો કારણ કે તે માપદંડમાં યોગ્ય ન હતી. કોલેજના માલીક યાદવોએ આ ફેંસલાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ સીબીઆઇ તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે બી.પી.યાદવ નિવૃત જ્જ કુદુશીના સંપર્કમાં હતો.

(11:47 am IST)