Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

આઠ રાજ્યો - લોકસભાની ચૂંટણી સાથે યોજવા હિલચાલ

ભાજપને જો કે કઇ બે બાબતોનો ડર છે ?

નવી દિલ્હી તા. ૧૬ : દેશના વડા પ્રધાન લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે કરવાની વાત કરી રહ્યા છે. આયોજના પંચનું નામ બદલીને નીતિ આયોગ રાખવામાં આવ્યું એ નીતિ આયોગના પોતાના અર્થશાસ્ત્રીઓએ વડાપ્રધાન સાથે હામાં હા મેળવીને ૨૦૨૪માં લોકસભા ચૂંટણી સાથે સમગ્ર દેશની વિધાનસભાઓની ચૂંટણી કરવાની સલાહ આપી છે. પણ એમાં બે પેચ કે યુકિત છે. એક ભાજપના અનેક નેતાઓને ભય છે કે એપ્રિલ-મે ૨૦૧૪માં ફેલાયેલો જુવાળ શમી ગયો છે, જે હવે પાછો આવવાની શકયતા નથી.

પહેલાની જેમ લોકસભાની બેઠક નહીં મળી શકે એટલું જ નહીં વિધાનસભાઓની ચૂંટણીમાં પણ બેઠકો નહીં મળી શકે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને બીજા અનેક રાજય વિધાનસભા ચૂંટણીમાં પહેલા જેટલી બેઠકો મળશે નહીં એટલે લોકસભા અને રાજયોની વિધાનસભાની ચૂંટણી એક સાથે નહીં યોજવાનું ઠીક રહેશે. કારણ કે આવામાં કેટલાક રાજયમાં ચૂંટણી જીતવા અલગ રણનીતિ ઘડી કાઢવી પડવાનું સારું પડશે. એવી જ રીતે લોકસભાની ચૂંટણી માટે કરવું પડશે.

બીજું એ કે ચૂંટણી પંચની હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણી એક સાથે કરાવવાની બાબતે અક્ષમતા. અનેક કહી રહ્યા છે કે ચૂંટણી પંચે કેન્દ્ર સરકારના આકાઓના ઈશારા કે સંકેતથી આવું કર્યું હતું. લોકો કહી રહ્યા છે કે ચૂંટણી પંચ આઠ લોકસભા સીટો માટે પણ એક સાથે ચૂંટણી નથી કરાવી શકતું તો શું આ પણ ભાજપ સત્ત્।ા અને સંગઠનના મોટા નેતાના ઈશારે થઈ રહ્યું છે. લોકો કહે છે કે જે ચૂંટણી પંચ આટલા અક્ષમ સંકેત પર ચાલી રહ્યું છે તે લોકસભા અને રાજય વિધાનસભાઓની ચૂંટણી એકી સાથે કરાવી શકશે કે કેમ તેવી આશંકા છે.(૨૧.૧૫)

 

(10:12 am IST)