Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રશિયામાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : નવા 33 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા : વિક્રમી 1 હજારથી વધુના મોત

સરકારે કહ્યું -- રસી તેમના બચાવ માટે છે અને લોકોએ રસી લેવી જોઈએ.""રસી ન લઈને તમે તમારા મૃત્યુનું જોખમ નોતરી રહ્યા છો."

નવી દિલ્હી ; શનિવારે રશિયામાં કોરોનાના કારણે એક હજાર લોકોનાં મૃત્યુ થયાં, રશિયામાં એક દિવસમાં થયેલાં મૃત્યુનો આ વિક્રમી આંક છે. રશિયામાં કેટલાંક અઠવાડિયાંથી આંક વધી રહ્યો છે, જેની માટે રશિયાની સરકાર ત્યાંની પ્રજાને જવાબદાર ઠેરવે છે કે તેમણે રસી ન લીધી.

રશિયાની કુલ વસતીના ત્રીજા ભાગના લોકોએ જ કોરોનાની રસી લીધી છે, કારણકે પ્રજામાં કોરોનાની રસી પ્રત્યે અવિશ્વાસ છે.

શનિવારે રશિયામાં કોરોના વાઇરસના સંક્રમણના 33 હજાર કેસ સામે આવ્યા છે.રશિયામાં કોરોનાના ઍક્ટિવ કેસોની સંખ્યા 7,50,000 છે અને સંક્રમણના કુલ કેસો 80 લાખને પાર પહોંચી ગયા છે.

અત્યાર સુધીમાં રશિયામાં કોરોનાના કારણે બે લાખ 22 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે, મૃત્યુના આંકની બાબતમાં યુરોપમાં રશિયા ટોચ પર છે.

રશિયાની સરકારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે કડક પ્રતિબંધો લાદ્યા છે; સરકારનું કહેવું છે કે અર્થવ્યવસ્થાની ગતિ મંદ પડે એવું તેઓ ઇચ્છતા નથી.સરકારના પ્રયાસ છે કે રસીકરણ પર વધારે ભાર મૂકવામાં આવે.

સરકારી પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે, "સંક્રમણના કેસ વધી રહ્યા છે અને એવામાં લોકોને એ જણાવવું જરૂરી છે કે રસી તેમના બચાવ માટે છે અને લોકોએ રસી લેવી જોઈએ.""રસી ન લઈને તમે તમારા મૃત્યુનું જોખમ નોતરી રહ્યા છો."

રશિયન સરકારનો દાવો છે કે દેશની આરોગ્યવ્યવસ્થા સારી છે અને કોરોનાના વધી રહેલા કેસ સામે લડવા માટે તૈયાર છે.

આરોગ્યમંત્રી મિખાઇલ મુરાશ્કોએ ડૉક્ટરોને અપીલ કરી છે કે, 'જે ડૉક્ટરો કોવિડના ડરથી પ્રૅક્ટિસ છોડી ચૂક્યા છે, તેઓ કોરોનાની રસી લે અને કામ પર પરત આવી જાય.'

રશિયામાં કોરોનાના ઍક્ટિવ કેસોની સંખ્યા 7,50,000 છે અને સંક્રમણના કુલ કેસો 80 લાખને પાર પહોંચી ગયા છે.

(9:43 pm IST)