Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

શશીકલાની તામિનાડુના રાજકારણમાં એન્ટ્રીના સંકેત

એઆઈડીએમકેના સ્થાપના દિવસ પહેલાં હલચલ :અપ્રમાણસર સંપત્તીના કેસમાં જેલમાં રહેનારાં શશીકલા એઆઈડીએમકેને ઉગારવા રાજકારણમાં આવી શકે છે

ચેન્નઈ, તા.૧૬ : તામિલનાડુની રાજનીતિમાં એઆઈડીએમકેના પૂર્વ મહાસચિવ અને દિવગંત મુખ્યમંત્રી જયલલિતાના વફાદાર મનાતા શશીકલાની એન્ટ્રી પડી છે. પાર્ટીના પચાસમાં સ્થાપના દિવસના એક દિવસ પહેલા ચેન્નાઈમાં શશિકલા જયલલિતાના સ્મારક પર શ્રધ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાં તે પોતાના આંસુનો રોકી શક્યા નહોતા. શશીકલાની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે એઆઈડીએમકે ને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. સત્તારૂઢ ડીએમકે પાર્ટીએ નવ જિલ્લામાં જીત મળેવી છે. ૧૫૩ જિલ્લા પંચાયત વોર્ડમાં ડીએમકે ૧૩૯ બેઠકો જીતી છે.

જ્યારે ૧૪૨૧ પંચાયત યુનિયન વોર્ડમાં ડીએમકે અને એઆઈડીએમકેને અનુક્રમે ૯૭૭ અને ૨૧૨ બેઠકો મળી છે.

શશિકલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.શશીકલાએ જેલમાંથી છુટયા બાદ તે સમયે કહ્યુ હતુ કે, હું રાજનીતિથી દુર રહેવા માંગુ છું.જોકે એઆઈડીએમકે વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ શશીકલા ફરી રાજનીતિમાં ઝુકાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, શશિકલાને આવકથી વધારે સંપત્તિના કેસમાં ચાર વર્ષની સજા થઈ હતી અને બેંગ્લોર જેલમાંથી તે જાન્યુઆરી મહિનામાં મુક્ત થયા હતા.

(7:38 pm IST)