Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ઉત્તર પ્રદેશથી પ્રથમ વખત ઈરાનમાં કેળાંની નિકાસ

લખીમપુરના ખેડૂતોને કૃષિના કારણે મોટી સિદ્ધિ મળી : આ સિદ્ધિ બાદ લખીમપુર ખીરીનુ નામ પણ મહારાષ્ટ્ર, આંધ્ર જેવા પ્રદેશના ખેડૂતોના નામે નોંધવામાં આવશે

લખનૌ, તા.૧૬ : યુપીના લખીમપુરના ખેડૂતોને કૃષિના કારણે મોટી સિદ્ધિ મળી છે. ઉત્તર પ્રદેશથી પહેલીવાર વિદેશમાં કેળા નિકાસ કરવામાં આવી રહ્યા છે. આની ઉપજ લખીમપુરના પલિયા કલાન ક્ષેત્રના ખેડૂતોએ કરી છે.

૪૦ મેટ્રિક ટન કેળાની પહેલી ખેપ ઈરાન માટે ૧૪ ઓક્ટોબરે રવાના થઈ છે. આ સિદ્ધિ બાદ લખીમપુર ખીરીનુ નામ પણ દેશના મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ જેવા પ્રદેશના ખેડૂતોના નામે નોંધવામાં આવશે જે ઉન્નત તકનીકથી કેળાની ઉપજ કરે છે.

યુપીના તરાઈ વિસ્તારની જળવાયુના કારણે આમ તો કેળાની ઉપજ આ ક્ષેત્રમાં થાય છે પરંતુ લખીમપુર ખીરીના ખેડૂતોના નામે આ મોટી સિદ્ધિ નોંધાશે. ક્ષેત્રના મહેનતુ ખેડૂતોને પોતાના કેળાના પાકને નિકાસનો ઓર્ડર મળવો મોટી વાત છે.

પલિયા કલાન ક્ષેત્રના ખેડૂતોના કેળાના પાકનુ ૪૦ મેટ્રિક ટન કેળાની ઈરાન નિકાસ કરવામા આવી રહી છે. આ માટે ઉચ્ચસ્તરીય તકનીક અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટને માધ્યમ બનાવવામાં આવશે. હજુ સુધી માત્ર મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાંથી કેળા નિકાસ કરવામાં આવતા હતા અને યુપીના ખેડૂત હજુ સુધી આંતરરાષ્ટ્રીય બજારથી દૂર હતા.

કેળાના આ નિકાસની પાછળ ખેડૂતોની મહેનત સિવાય ઉન્નત તકનીક પણ છે. કેળાની શેલ્ફ લાઈફ ઘણી ઓછી હોય છે. આને વધારે દિવસ સુધી રાખવા માટે ના માત્ર આના ઉત્પાદન બાદ પેકેજિંગ પર ધ્યાન આપવાનુ હોય છે પરંતુ વધારે સમય સુધી આને રાખવાના કેળાના વૃક્ષ લગાવતા સમયે જ તકનીક અપનાવવામાં આવે છે એટલે કે આને શેલ્ફ લાઈફ માટે શરૂથી જ આની દેખભાળ અને બચાવની વિશેષ રીત અપનાવવાની હોય છે. હાલ લખીમપુર ખીરીના હજાર એકરમાં આ તકનીકથી કેળા લગાવવામા આવ્યા હતા.

(7:30 pm IST)