Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

પેટ્રોલ ડિઝલ બાદ હવે ખેતીમાં પણ મોંઘવારીનો માર : ખાતરના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો

NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા: અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે

નવી દિલ્હી : એકતરફ પ્રેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવના કારણે પ્રજામાં ભારે પરેશાની જોવા મળી રહી છે હવે બીજી તરફ ગુજરાતના ખેડૂતોમાટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખાતરના ભાવમાં 265 રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.1170 થી વધીને 1450 થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે.

દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. ઇફ્કો કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિગ ભાવ વધારો કર્યો છે.

NKP ખાતરના રૂ. 1185 જે વધારીને રૂપિયા 1440 થયા. એટલે કે પ્રતિ બેગે રૂપિયા 255 નો ભાવ વધારો થયો છે NPK 12:32:16 માં રૂપિયા 1185 ના બદલે હવે રૂપિયા 1450 થયા. એટલે કે રૂ 265 નો પ્રતિ બેગે વધારો થયો છે મહાધન 10:26:26 ના ભાવ રૂપિયા 1295 હતા, જે વધારીને રૂપિયા 1750 કર્યા. એટલે કે રૂપિયા 455 નો વધારો થયો છે

  મહાધન 12:32:16 નો જૂનો ભાવ રૂ 1300 હતો, જે વધારીને રૂ 1800 કરાયો. 500 રૂપિયાનો વધારો થયો છે સલ્ફેટમાં જૂનો ભાવ રૂપિયા 656 હતો, જે વધારીને રૂ 775 કરાયો. એટલે કે રૂ 119 નો વધારો કર્યો કરાયો છે જયારે પોટાશમાં રૂ 975 બેગનો ભાવ હતો, જે વધારીને રૂ 1040 કરાયો. રૂ 65 નો વધારો કર્યો છે

(6:42 pm IST)