Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

જન્મદિવસની પાર્ટીમાં સિનિયર ડોકટરે જુનિયર ડોકટર પર રેપ કર્યાનો આરોપ

હાલ સીનિયર ડોકટર ફરાર થઇ ગયા છે : જેની પોલીસ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે

નવી દિલ્હી,તા. ૧૬: દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ સમગ્ર દેશમાં જાણીતી છે. તેવામાં આ હોસ્પિટલમાં સીનિયર ડોકટરે જુનિયર મહિલા ડોકટર પર બળાત્કાર ગુજાર્યો હોવાના આરોપથી ભારે ચકચાર મચી ગઈ છે. જુનિયર મહિલા ડોકટરે આરોપ લગાવ્યો કે, તે પોતાના સહકર્મીની બર્થ ડે પાર્ટી પર તેના રૂમ પર ગઈ હતી. તે સમયે સીનિયર ડોકટરે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મહિલા ડોકટરે સીનિયર ડોકટરની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ સીનિયર ડોકટર ફરાર થઈ ગયો છે. જેની પોલીસ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે, આ ઘટનાથી એઈમ્સના તબીબી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર જુનિયર મહિલા ડોકટર પર આ દુષ્કર્મની દ્યટના ૧૦ ઓકટોબરની છે. બર્થ ડે પાર્ટી નિમિત્ત્।ે જુનિયર મહિલા ડોકટરને આમંત્રિત કરવામાં આવી હતી. આ બર્થ ડે પાર્ટીમાં અન્ય લોકો પણ ઉપસ્થિત હતા. પણ તેવામાં સીનિયર ડોકટરે મોકોનાં લાભ લઈને જુનિયર મહિલા ડોકટર પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આ મામલે મહિલા ડોકટરે હૌજખાસ પોલીસ સ્ટેશનમાં સીનિયર ડોકટર સામે ફરિયાદ નોંધાવી હતી.

જુનિયર મહિલા ડોકટર પર દુષ્કર્મની દ્યટના બાદ પોલીસે આ મામલે જજની સામે પીડિત મહિલા ડોકટરનું નિવેદન નોંધાવ્યું હતું. અને આ મામલામાં આરોપી ડોકટર ફરાર થઈ જતાં તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. અનેક જગ્યાઓએ રેડ પાડવા છતાં પણ પોલીસને સફળતા હાંસલ થઈ નથી, અને હજુ પણ સીનિયર ડોકટર પોલીસના હાથમાં આવ્યો નથી

મહિલાની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ મામલે હૌજખાસ પોલીસે હોસ્પિટલથી એમએલસી લીધા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આરોપીને પકડવા માટે ટેકિનકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. અને આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.

(9:53 am IST)