Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વિદેશી મૂડી પ્રવાહ વધતા સેન્સેક્સ ૨૫૮ પોઈન્ટ અપ

શેરબજારમાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો : ઈન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, એસબીઆઇ, એક્સિસ બેંક, ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરના ભાવ તૂટ્યા

મુંબઈ, તા.૧૬ : વિદેશી મૂડીના વધતા પ્રવાહ વચ્ચે બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ ૨૫૮.૫૦ પોઇન્ટ એટલે કે ૦.૬૬ ટકા વધીને ૩૯,૩૦૨.૮૫ પર બંધ થયો છે. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૮૨.૭૫ પોઇન્ટ એટલે કે ૦.૭૨ ટકા વધીને ૧૧, ૬૦૪.૫૫ ની સપાટીએ બંધ રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા. તેમાં ૪ ટકાથી વધુનો ફાયદો થયો છે. અન્ય મોટા ફાયદાઓમાં બજાજ ઓટો, સન ફાર્મા, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, એલએન્ડટી અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે. બીજી તરફ ઈન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, એસબીઆઇ, એક્સિસ બેંક, ભારતી એરટેલ અને ઓએનજીસી જેવી કંપનીઓના શેરના ભાવ તૂટ્યા છે.

વેપારીઓના મતે, યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિની ઘોષણા પહેલા વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ હોવા છતાં, સ્થાનિક બજારમાં સ્ટોક-કેન્દ્રીત લેવાલીને કારણે અને શેરબજારમાં સતત વિદેશી મૂડી પ્રવાહ જારી રહેવાના લીધે શેર બજારોમાં તેજી રહી છે. શેરબજારમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મંગળવારે ૧,૧૭૦.૮૯ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નિવેદન દ્વારા પણ બજારને ટેકો મળ્યો હતો. તેમણે બુધવારે કહ્યું કે રિઝર્વ બેંક રોકડ જાળવવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે જે પણ પગલાની જરૂર પડશે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે એશિયાના અન્ય બજારોમાં, ચીનમાં શાંઘાઈ, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના સોલ નુકશાનમાં રહ્યા, જ્યારે જાપાનમાં ટોક્યોના બજાર તેજી રહી હતી. યુરોપના મુખ્ય બજારોમાં પ્રારંભિક વેપારમાં વૃધ્ધિ નોંધાઈ હતી. દરમિયાન વૈશ્વિક ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૨ ટકા વધીને ૪૧.૩૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. વિદેશી ચલણ વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૧૨ પૈસા મજબૂત થઈ ૭૩.૫૨ ની સપાટીએ બંધ રહ્યો છે.

સ્થાનિક શેરબજારમાં યુએસ ડોલર અને યુએસ ચલણના નબળા વલણના પગલે રૂપિયો બુધવારે યુએસ ડોલર સામે ૧૨ પૈસા વધીને ૭૩.૫૨ (પ્રોવિઝનલ) ની સપાટીએ બંધ રહ્યો છે.

ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં યુએસ ડોલર સામે સ્થાનિક ચલણમાં ભારે વધઘટ જોવા મળી હતી. રૂપિયો. ૭૩.૭૦ પર ખુલ્યો અને વધુ ઘટ્યો, જોકે અંતે યુએસ ડોલર સામે ભારતીય ચલણ  ૭૩..૫૨ ના સકારાત્મક સ્તર પર બંધ થયું. આ રીતે રૂપિયો અગાઉના બંધ ભાવ ૭૩.૬૪ ની સરખામણીમાં ૧૨ પૈસા વધ્યો છે. દિવસના કામકાજમાં ડોલર સામે રૂપિયો ૭૩.૪૮ ની ઊંચી સપાટી અને. ૭૩.૭૮ ની સપાટીને સ્પર્શ્યો હતો. દરમિયાન, છ મોટી કરન્સી સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ, ૦.૧૨ ટકા ઘટીને ૯૨.૯૪ પર બંધ રહ્યો. શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો મૂડી બજારમાં ચોખ્ખા ખરીદાર હતા અને તેઓએ મંગળવારે એકંદર ૧,૧૭૦.૮૯ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ વાયદો ૨.૪૪ ટકા વધીને ૪૧.૫૨ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(7:13 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ગઈકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત થઇ હતી : ટ્વીટર ઉપર જાણ કરી access_time 8:44 pm IST

  • સાંસદ જય બચ્ચનના ડ્રગ્સ અંગે નિવેદન બાદ અમિતાભ બચ્ચનના ઘરની સુરક્ષા વધારે : ડ્રગ્સના નિવેદન પર રવિકિશન અને જયા બચ્ચન વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું access_time 1:56 pm IST