Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોનાનો ડર

એક વ્યકિતને છીંક આવી તો ઓફિસ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ

નવી દિલ્હીઃ અમેરીકાના ચર્ચીત પત્રકારના નવા ટેપથી ખુલાસો થયો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વ્યકિતએ છીંક ખાધી તો તેમની ઓફીસ છોડીને ભાગ્યા. સુત્રોના જણાવ્યા મુજબ ટેપમાં ટ્રમ્પ ખુદ આ ઘટનાને સ્વીકાર કરતા સાંભળવા મળ્યા. સુત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પે કહયું હું થોડા દિવસ પહેલા વ્હાઇટ હાઉસમાં હતો ઓવલ ઓફીસમાં ૧૦ લોકોની સાથે મીટીંગ થઇ રહી હતી. એક વ્યકિતએ અચાનક છીંક ખાધી તો એ રૃમમાં રહેલા બધા લોકો ત્યાંથી ભાગ્યા અને હું પણ. પ્રખ્યાત પત્રકાર બોબ વુડવાર્ડને એક શોમાં આ ટેપનો ખુલાસો કર્યો. તેઓએ ટ્રમ્પની સાથે ૧૮ ઇન્ટરવ્યુ કર્યા હતા. ટેપમાં ટ્રમ્પ સૌથી પહેલા વુડવાર્ડને જણાવે છેકે કોરોના એટલો ભયાવહ છે. ટ્રમ્પ કહે છે એટલો ભયાવહ હોય છે કે વિશ્વાસ નહી થાય.

(3:57 pm IST)
  • દિલ્હી પ્રદેશ કાર્યાલયમાં 18 લોકોને કોરોના ચેપ લાગ્યો : બે ઓફિસ કર્મચારીઓ અને તેના પરિવારના બાકીના સભ્યો સપડાયા access_time 11:00 pm IST

  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ગઈકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત થઇ હતી : ટ્વીટર ઉપર જાણ કરી access_time 8:44 pm IST