Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગંદકી ખાઇને ગંદી વાતો કરતા લોકોનું મોઢું સુંઘવું જોઇએ

જયા - કંગનાના વિવાદમાં શિવસેનાએ કર્યું જયા બચ્ચનનું સમર્થન : મુખપત્ર સામનામાં જયાના કર્યા વખાણ : તાંડવ કરતા પાંડવ આજે ચૂપ છે

મુંબઇ તા. ૧૬ : શિવસેનાના મુખપત્ર સામાનામાં ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનના વખાણ કરવામાં આવ્યા છે. જે રીતે તેઓએ બેબાકીથી કહ્યું કે, હાલના સમયમાં બોલિવૂડને બદનામ કરવામાં આવે છે તે અંગે સામનામાં લખાયું કે, હિન્દુસ્તાનનું સિનેજગત પવિત્ર ગંગાની જેમ નિર્મળ નથ, એવો દાવો કોઈ નહીં કરે. પણ જેમ કે થોડા ટીનપાટ કલાકારો દાવો કરે છે સિનેજગત ગટર છે, એમ પણ કહી શકાતું નથી.

આ ઉપરાંત લખાયું કે, શ્રીમતી જયા બચ્ચને સંસદમાં પણ આ પીડાને વ્યકત કરી છે. જે લોકોએ સિનેમા જગતથી નામ-પૈસા બધું કમાયું. હવે તેઓ આ ક્ષેત્રને ગટરની ઉપમા આપી રહ્યા છે. હું તેનાથી સહમત નથી. શ્રીમતી જયા બચ્ચનનાં આ વિચાર જેટલાં મહત્વપુર્ણ છે, એટલાં જ બેબાક પણ છે. એ લોકો કે જે થાળીમાં ખાઈ છે, તેમાં જ છેદ કરે છે. આવાં લોકો પર જયા બચ્ચને હુમલો કર્યો હતો. શ્રીમતી બચ્ચન પોતાના સત્ય બોલવા અને બેબાકી માટે પ્રસિદ્ઘ છે. તેઓએ પોતાના સામાજિક અને રાજનીતિક વિચારોને કયારેય પણ સંતાડીને રાખ્યા નથી.

સામનામાં લખાયું છે કે જયા બચ્ચને મહિલાઓ પર અત્યાચારના સંદર્ભમાં સંસદમાં ખુબ જ ભાવુક થઈને અવાજ ઉઠાવ્યો છે. એવા સમયે જયારે સિનેજગતની બદનામી અને ધોલાઈ શરૂ છે, કયારેક તાંડવ મચાવનાર સારા એવાં પાંડવ પણ મોઢું બંધ કરીને બેઠાં છે. માનો કે કોઈ અજ્ઞાત આતંકવાદના છાયડામાં જીવી રહ્યા છીએ અને કોઈ તેઓને તેમના વ્યવહાર અને બોલવા માટે પરદાની પાછળથી નિયંત્રિત કરી રહ્યા છે.

સામના લખાયું કે, પડદા પર વીરતા અને લડાકૂ ભૂમિકા નિભાવી વાહવાહી પ્રાપ્ત કરનાર દરેક પ્રકારનાં કલાકાર મન અને વિચારો પર તાળાં લગાવીને પડેલાં છે. તેવામાં શ્રીમતી બચ્ચનની વીજળી કડકડાઈ છે. મનોરંજન ઉદ્યોગ રોજ પાંચ લાખ લોકોને રોજગાર આપે છે. હાલ અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ ચૂકી છે અને જયારે લાઈટ, કેમેરા અને એકશન બંધ છે. લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાઓથી હટાવીને બોલિવૂડને સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી રહ્યા છે. એવું જયા બચ્ચને કહ્યું છે. અમુક અભિનેતા-અભિનેત્રીઓ જ આખું બોલિવૂડ નથી. પણ તેમાં અમુક લોકો જે અનિયંત્રિત વકતવ્ય આપી રહ્યા છે, તે બધું ઘૃણાસ્પદ છે.

બોકસ ઓફિસને સતત ચાલતી રાખવા માટે આમિર, શાહરૂખ અને સલમાન જેવા ખાન લોકોની પણ મદદ થઈ છે. આ તમામ લોકો ફકત ગટરમાં પડ્યા રહેતા હતા અને ડ્રગ્સ લેતા હતા, તેવો દાવો જો કોઈ કરી રહ્યું છે તો આવી બકવાસ કરનારાઓનું મોઢું પહેલાં સુંઘવું જોઈએ. પોચે ગંદગી ખાઈને બીજાના મોઢાંને ગંદા બતાવવાનું કામ ચાલી રહ્યું છે. આ વિકૃતિ પર જયા બચ્ચને હુમલો કર્યો છે.

(12:47 pm IST)