Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે જન્મદિવસ

વન-ડે નહિં પણ ૨૦-૨૦ની બેટીંગ કરી બહુમતીના જોરે એક પછી એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણયને પાર પાડવામાં સફળ રહ્યાઃ ૭૧માં વર્ષમાં મંગલ પ્રવેશ : માત્ર ગુજરાત કે ભારત જ નહિં દુનિયાભરના અગ્રણીઓ શુભેચ્છા વર્ષા કરવા આતુરઃ યશસ્વી કારકિર્દીના ૭૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલા નરેન્દ્રભાઈને 'અકિલા' પરિવાર તરફથી હૃદયભરી શુભેચ્છા

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી, તા. ૧૬ : આપણા લાડીલા અને માનીતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી નો આવતી કાલે કે એટલે કે ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ જન્મદિવસ છે . તેમના આ જન્મદિને શુભેછા આપવા માત્ર પરિવારજનો... સંઘના કાર્યકરો કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો કે અગ્રણીઓ કે દેશ ની જનતા જ નહિ પરંતુ વિશ્વ ની અનેક હસ્તીઓ આતુર બની છે.

શ્રી નરેન્દ્રભાઈના જન્મદિન વેળાએ તેમની ઝળહળતી કારકિર્દી ની એક અલગ ઝલક જોઈએ તો ૧૭ મી સપ્ટેમ્બર ૧૯૫૦ ના રોજ રવિવારે સવારે ૧૦ કલાકે ઉત્ત્।ર ગુજરાત પંથક ના મહેસાણા જીલ્લા ના વડનગર ગામે માતા હીરાબાના કુખે જન્મ...વૃશક રાશીમાં નામ રખાયું નરેન્દ્ર....

બાળપણ થીજ અનેરી આભા ધરાવતા નરેન્દ્રભાઈએ પ્રાથમિક શિક્ષણ વિસનગર ખાતે મેળવ્યા બાદ વધુ અભ્યાસ અર્થે અમદાવાદ આવી અહી કોલેજ નું શિક્ષણ મેળવ્યું અને આગળ જતા દિલ્હી યુનિવર્સીટીમાંથી પોલીટીકલ સાયન્સની માસ્ટર ડીગ્રી પણ મેળવી , જોકે આ દરમ્યાન નરેન્દ્રભાઈની ખરી કારકિર્દી શરૂઆત ૧૯૬૫માં કાંકરિયાના જન સંઘના કાર્યકરથી થઇ અમદાવાદમાં અભ્યાસની સાથે સાથે તેઓ દરરોજ સવારે આર.એસ.એસની શાખામાં જતા હતા અને અહી તેમની મુલાકાત થઇ વસંત ગજેન્દ્ર અને નાથાલાલ ભાઈ જેવા જનસંઘના અગ્રણી નેતાઓ જોડે બસ પછી તો જોવુ જ શું હતું.

નરેન્દ્રભાઈ સંઘની એક પછી એક જવાબદારીઓ ઉપાડતા ગયા અને આગળ ધપતા ગયા, વિદ્યાર્થીઓ ના હિત ની વાત હોઈ કે હોઈ સરકારનું નવનિર્માણ આંદોલન નરેન્દ્રભાઈ સદા અગ્રેસર જ હોય. ૧૯૮૦ના વર્ષમાં સંઘે નામ બદલાવી ભારતીય જનતા પાર્ટી નામ ધારણ કર્યું રાજકીય આલમ માં ભારતીય જનતા પાર્ટી એટલે કે એક ભાખોડિયા ભરતું બાળક પરંતુ નરેન્દ્રભાઈએ આ વેળાએ પણ ગુજરાત માં ગામડે ગામડે જઇ ઘરે ઘરે ફરી પક્ષનો પ્રચાર કર્યો તેમજ પક્ષની તમામ જવાબદારીઓ સુપેરે પાર પાડી.

નરેન્દ્રભાઈ સહીતના કાર્યકરોની મેહનત રંગ લાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ને ૧૮૨ માં થી ૧૨૧ બેઠક મળી... આ ભવ્ય જીત ને પગલે ભાજપ સત્ત્।ાના સિંહાસને બીરાજયું. આમ છતાં નરેન્દ્રભાઈ ને કોઈ પદની લાલચ કે ખેવના નહિ... ૧૯૮૬માં ભાજપ હાઈકમાન્ડે નરેન્દ્રભાઈને સંગઠન મંત્રી તરીકે ની જવાબદારી સોંપી અને ત્યારબાદ ૧૯૯૫માં રાષ્ટ્રીય સંગઠનના મહામંત્રી બનાવ્યા.

ગુજરાતની ચૂંટણી હોય કે હોય પંજાબની ચૂંટણી કે પછી હોય જમ્મુ-કાશ્મીરની ચૂંટણી રણનીતિકાર તરીકે નરેન્દ્રભાઈની ફાવટ આવતી ગઈ માત્ર પક્ષના નેતાઓ જોડેજ નહિ જેતે વિસ્તારના કાર્યકરો સાથે પણ નરેન્દ્ર ભાઈએ ઘરોબો રાખ્યો.

અચાનક નરેન્દ્રભાઈની કારકિર્દીમાં એક નવો વણાંક આવ્યો ગુજરાતની રાજકીય સ્થિતિમાં થયેલ બદલાવને પગલે ભાજપ હાઇકમાન્ડે સુકાન નરેન્દ્રભાઈને સોંપવાનો નિર્ણય કર્યો કદાચ નરેન્દ્રભાઈને સ્વપ્ને પણ ખ્યાલની હોય કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનશે.

૭ મી ઓકટોબર ના રોજ નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા... એટલુ જ નહિ રાજકોટ-૨ ની બેઠક ઉપરથી ઝંપલાવી ભવ્ય જીત મેળવી ખરા અર્થમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા આ વેળાએ પક્ષ કે વિપક્ષ કોઈ સ્વીકારવા તૈયાર નહિ... આંતરિક વિરોધ ચરમસીમાએ... પરંતુ નરેન્દ્રભાઈએ ધીરજથી કામ લીધું.. વિરોધના વંટોળ ને ગણકાર્યા વિના આગળ ધપતા ગયા.. ટૂંક સમયમાં જ ગુજરાતની પ્રજાની નાડ પારખી લીધી...

એક પછી એક વિધાનસભાની ચૂંટણીઓ આવતી ગઈ અને નરેન્દ્રભાઈ ભવ્ય જીત મેળવી ગુજરાતના સૌથી વધુ લાંબા સમયના મુખ્યમંત્રીના રેકોર્ડો સર કરતા ગયા એક ભાષામાં કહીએ તો નરેન્દ્રભાઈએ ગુજરાતમાં એકતરફી માહોલ સજર્યો સતત ચાર વખત ચૂંટાઈ મુખ્યમંત્રી પદને શોભાવ્યું પરંતુ હવે તેમને ગુજરાત નાનું લાગવા લાગ્યું હતું તેમણે પોતાની મીટ દિલ્હીની ગાદી તરફ માંડી .

એ વેળાએ આ કલ્પના પણ કોઈ ના કરી શકે કે ગુજરાતના આ મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બની શકે પરંતુ નેપોલિયનનું પ્રચલિત કથન 'અશકય શબ્દ'નું મારા શબ્દકોશમાં સ્થાન જ નથી. એને જાણે કે એમણે સિદ્ઘ કરી બતાવ્યું. પોતાના પક્ષમાં જ વિરોધ હોઈ ત્યારે વિપક્ષ તો કેમ સ્વીકારે અને આ સ્થિતિમાં પ્રજાજનો કેવી રીતે વિશ્વાસ મુકે..

 પરંતુ આ તો વડનગર નો વીરલો રાત દિવસ જોયા વગર નક્કી કરેલ લક્ષ્ય માટે મંડી પડ્યા અને ખરેખર ૨૦૧૪ની લોકસભા ની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જીત મળી અને ૨૬મી મેં ૨૦૧૪ના રોજ ભારતના ૧૪માં વડાપ્રધાન તરીકે શપથ લીધા...

ફરી એક વાર ગુજરાત જેવી જ સ્તીથી ઉભી થઇ કે વડાપ્રધાન તો બન્યા આગળ શું કરશે અને કેમ કરશે પરંતુ અહી પણ નરેન્દ્રભાઈએ ધીરજ અને સૂઝ-બુઝ થી નિર્ણયો લઇ આગળ ધપતા ગયા એક પછી એક આકરા નિર્ણયો લેવામાં પાછી-પાની ના કરી જોતજોતા માં પાંચ વર્ષ પૂર્ણ થવા આવ્યા ફરીવાર લોકસભાની ચૂંટણી આવી દેશમાં થોડી વિપરીત સ્તીથી... ભાજપ વિરૂદ્ધ હવા.. હવે તો ભાજપ ગઈ.. નરેન્દ્રભાઈ ફરી નહિ આવે... એમનો જાદુ ઓંસરી ગયો એવું પક્ષ ના નેતાઓ જ માનવા લાગ્યા પરંતુ તેઓને કયાં ખબર હતી કે આ નરેન્દ્ર છે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તો ૨૦૧૪ કરતા પણ વધુ બહુમતી મેળવી ફરી એક વાર વડાપ્રધાનપદે શપથ લીધા હવે આ ટર્મમાં નરેન્દ્રભાઈએ વનડે નહિ પરંતુ ૨૦-૨૦ની બેટિંગ શરૂ કરી બહુમતીના જોરે એક પછી એક એતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણયને પાર પાડવામાં સફળ રહ્યા.

નરેન્દ્રભાઈ આવતીકાલે એટલે કે ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ યશસ્વી કારકિર્દીના ૭૦ વર્ષ પૂર્ણ ૭૧માં વર્ષમાં મંગળપ્રવેશ કરી રહ્યા છે આ વેળાએ તેમને 'અકિલા' પરિવાર તરફ થી તેમને હાર્દિક શુભેચ્છા...

(11:14 am IST)
  • આઈપીએલ માટે તમામ ટીમોમાં સૌથી મોટો પડકાર ગરમી હશે : મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યુ કે આઈપીએલની આ સીઝનમાં તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર દુબઈની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે : હાલમાં ન્યુઝીલેન્ડમાં શિયાળો હોય છે જયારે અહિં ૪૫ ડિગ્રી તાપમાનમાં રણની વચ્ચે શરીરને ઢાળવવુ પડશે access_time 3:31 pm IST

  • જો સંતુલિત ટીમ ના હોય તો તમારે વધુ સક્રિય થવુ જોઈએ : આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે આઈપીએલમાં બેંગ્લોરની ટીમ ૨૦૧૬ પછી પહેલીવાર સંતુલિત છે access_time 3:32 pm IST

  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST