Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

દેશ સૈન્ય સાથે એક થઈને ઊભો છે:સંરક્ષણ મંત્રી જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરવાનું દુસ્સાહસ કેમ કર્યું?

વડાપ્રધાન મોદીએ ચીન દ્વારા ઘૂસણખોરી ન કરવા અંગે ગેરમાર્ગે શા માટે દોર્યા?

નવી દિલ્હી : ચીની ઘુષણખોરી મામલે કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય  મહાસચિવ રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે, દેશ સૈન્ય સાથે એક થઈને ઊભો છે, પરંતુ સંરક્ષણ મંત્રી  જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરવાનું દુસ્સાહસ કેવી રીતે કર્યું? વડાપ્રધાન મોદીએ ચીન દ્વારા આપણા ક્ષેત્રમાં ઘૂસણખોરી ન કરવા અંગે ગેરમાર્ગે શા માટે દોર્યા? વધુમાં ચીન સાથેના સંઘર્ષ મુદ્દે ચર્ચા કરવાની વિપક્ષની માગ સરકારે ફગાવી દીધી હતી. જવાબમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો કે મોદી સરકાર લદ્દાખ વિવાદ મુદ્દે લોકસભામાં ચર્ચા કરતાં ડરી રહી છે અને ગૃહમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરી અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો.

(11:08 am IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST