Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

રક્ષા મંત્રીના નિવેદનથી સ્‍પષ્‍ટ છે કે મોદીજીએ દેશને ચીની અતિક્રમણ પર ગુમરાહ કર્યાઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યું રક્ષા મંત્રીના નિવેદનથી સ્‍પષ્‍ટ છે કે મોદીજીએ દેશને ચીની અતિક્રમણ પર ગુમરાહ કર્યો. આપણો દેશ હંમેશા ભારતીય સેનાની સાથે  ઉભો છે અને રહેશે પણ મોદીજી આપ કયારે ચીની વિરૂધ્‍ધ ઉભા રહેશો ? ચીન પાસેથી અમારા દેશની જમીન કયારે પરત લાવશો ? ચીનનું નામ લેવાથી ડરો નહીં.

(12:00 am IST)
  • " બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન " : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST