Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ઇન્ડિયન અમેરિકન શ્રી નીરજ અંતાણીને " ગાર્ડિઅન ઓફ સ્મોલ બિઝનેસ એવોર્ડ " : નાના વ્યાવસાયિકો ઉપર લદાયેલા વધારાના ટેક્સ સામે વિરોધ વ્યક્ત કરી પાછો ખેંચાવ્યો

ઓહિયો : યુ.એસ.ના ઓહિયો સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ ઇન્ડિયન અમેરિકન શ્રી નીરજ અંતાણીને " ગાર્ડિઅન ઓફ સ્મોલ બિઝનેસ એવોર્ડ " એનાયત કરાયો છે.જે ઓહિયોના સ્મોલ બિઝનેસ ધારકોને મદદરૂપ થવા માટે આપવામાં આવ્યો છે.તેઓએ આ વ્યાવસાયિકો ઉપર લદાયેલા વધારાના ટેક્સ સામે વિરોધ નોંધાવ્યો હતો.તથા આ વધારો પાછો ખેંચાવ્યો હતો.તથા સ્મોલ વ્યવસાયિકોને અર્થતંત્રના એન્જીન સમાન ગણાવ્યા હતા.
તેમની ઉપરોક્ત કામગીરીને ધ્યાને લઇ અપાયેલા એવોર્ડ બદલ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

(7:56 pm IST)
  • " બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન " : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST

  • ર૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ નહીં ખુલેઃ કેબીનેટની બેઠકમાં ‌નિર્ણય access_time 1:15 pm IST

  • મોડી રાત્રે અત્યારે કચ્છ બાજુ ભૂજ સહિતના વિસ્તારો ઉપર વાદળોના ગંજ ખડકાયા હોવાનું ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. સૌરાષ્ટ્ર ઉપર પણ સામાન્ય વાદળાઓ મંડરાઈ રહયા છે access_time 10:50 pm IST